For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: ઇંદ્રલોક વિસ્તારમાં ત્રણ માળની બિલ્ડીંગ ધરાશય, 20 લોકો દટાયેલા હોવાની આશંકા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

collapse
નવી દિલ્હી, 28 જૂન: રાજધાની દિલ્હીમાં એક ત્રણ માળની ઇમારત ધરાશય થઇ ગઇ છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ફસાયેલા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે બિલ્ડીંગમાંથી આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પર રાહત-બચાવ ટુકડી રાહત કાર્યમાં જોડાયેલી છે.

ઘટના ઉત્તરી દિલ્હીના ઇંદ્રલોક વિસ્તારની છે. એક જુની 3 માળની બિલ્ડીંગ આજે સવારે 9 વાગ્યાની આસપાસ ધરાશય થઇ. જ્યારે ઇમારત ઢળી પડી તે સમયે બિલ્ડીંગમાં 20થી વધુ લોકો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. બિલ્ડીંગમાં છ પરિવાર રહેતા હતા. અકસ્માત સમયે કેટલાક પરિવારના લોકો પોતાના કામ પર જતા રહ્યાં હતા. બિલ્ડીંગની બહાર કાઢવામાં આવેલા આઠ લોકોમાં કેટલાક બાળકો અને ઘરડાં લોકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 20થી વધુ લોકો બિલ્ડીંગમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળ પર હાજર છે.

દિલ્હીના ચીફ ફાયર ઓફિસર એકે શર્માએ જણાવ્યું હતું કે બિલ્ડીંગમાંથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. બિલ્ડીંગમાં અત્યારે પણ ત્રણથી ચાર લોકો ફસાયેલા હોવાની આશંકા છે. કર્મચારી બિલ્ડીંગનો કાટમાળ હટાવવામાં લાગ્યા છે. બિલ્ડીંગમાં કોઇ મૃત્યું પામ્યું હોવાની જાણકારી નથી. જો કે કેટલાક ઇજાગ્રસ્ત છે, તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જુની દિલ્હીમાં પણ થોડા દિવસો પહેલાં એક જુની બિલ્ડીંગ ધરાશય થઇ ગઇ હતી. જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.

English summary
At least one woman feared dead and several others are trapped under the debris as a three-storey residential building in North Delhi's Inderlok area collapsed on Saturday, as per reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X