લોકસભા 2014 ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મોદીના નેતૃત્વમાં ભાજપની આજે બેઠક યોજાશે
નવી દિલ્હી, 24 ડિસેમ્બર: 2014ની લોકસભાની ચૂંટણીની રણનિતીને ધ્યાનમાં રાખતા ભાજપ આજે એક મહત્વપૂર્ણ યોજવા જઇ રહી છે. આ બેઠકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, રાજ્ય પ્રભારી, પાર્ટીની સંસદીય બોર્ડના સભ્યો અને દેશભરમાંથી આવેલા કાર્યકર્તાઓ સામેલ થશે જ્યારે પાર્ટીની ચૂંટણી પ્રચાર સમિતિની બેઠક પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે બપોરે લગભગ 3 વાગે બેઠક યોજાશે.
તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી સફળતા બાદ ભાજપની નજર હવે 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી પર છે. લોકસભા ચૂંટણીમાં પાર્ટીની રણનિતી શું રહેશે તેને લઇને પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજાવવા જઇ રહી છે.

બેઠકનો હેતું પાર્ટીના ચૂંટણી પ્રચારને વધુને વધુ પ્રભાવી અને આક્રમક બનાવવાનો છે. સાથે જ ચૂંટણી અભિયાન સમિતિની મીટિંગના માધ્યમથી આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવશે. પાર્ટીનો એક વિભાગ દિલ્હીમાં મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલને નરેન્દ્ર મોદીના મિશન પીએમ માટે મોટો ખતરો માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
