For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી અને રાજનાથ સિંહને ટ્વિટર પર મળી ધમકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: બેંગ્લોર બ્લાસ્ટ બાદ દેશના વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ધમકી મળી છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ટ્વિટ કરી પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહને ધમકી આપવામાં આવી છે. બેંગ્લોર ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટના એક દિવસ બાદ આ ધમકી આપીને આતંકવાદીઓએ પોતે મજબૂત હોવાનું ઉદાહરણ આપ્યું છે.

rajnath-singh-600

નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહ મંત્રી રાજનાથ સિંહને ટ્વિટર પર ધમકી આપવામાં આવી છે. ટ્વિટર હેંડલ લેટેસ્ટઅબ્દુલે ના ફક્ત બેંગ્લોર હુમલાની જવાબદારી લીધી, પરંતુ ભારત સરકારને ચેતાવણી આપી. ટ્વિટ કરનાર વ્યક્તિએ પોતે આ હુમલાની જવાબદારી લેતાં લખ્યું કે રોકી શકો તો આ હુમલાને રોકી લો.

જો કે બાદમાં આ હેંડલ ટ્વિટર પર બ્લોક કરી દેવામાં આવ્યું. બેંગ્લોર પોલીસે કહ્યું કે પોલીસ આ ટ્વિટથી વાકેફ છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ કેસની તપાસ કરી રહી છે. તો બીજી તરફ હુમલા બાદ ગુપ્તચર એજેંસીઓની જાણકારીને ધ્યાનમાં રાખતાં ઘણા શહેરોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

English summary
A day after the Church Street blast, a Twitter handle went berserk claiming responsibility for the blast, warning of more blasts in the next two days and even challenged Bengaluru Police to try and catch him/her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X