માલદીવમાં ભારતીય શિક્ષિકા સાથે ગેંગરેપ, હાલત નાજુક

24 વર્ષીય મહિલા અલિફ ઢાલ દ્રિપના ધંગેતી સ્થિતી એક ખાનગી સ્કૂલમાં કોમ્યુટર ટિચર તરીકે કાર્યરત છે. દ્રિપ પરિષદના અધ્યક્ષ અજીમ એડમે જણાવ્યું હતું કે રવિવારે મોડી રાત્રે 2.15 વાગે પીડિતાના ઘરમાં કેટલાક લોકો પ્રવેશ્યા હતાં અને તેની સાથે રેપ ગુજાર્યો હતો. એડમને સવારે ચાર વાગે જાણકારી પ્રાપ્ત થઇ અને તેમને તાત્કાલિક પોલીસને સૂચના આપી. પીડિતાની હાલતમાં કોઇ સુધારો જોવા ન મળતાં તેને ભારત મોકલવાની તૈયારી ચાલી રહી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતે આ ઘટનાને ગંભીરતા સાથે માલદીવ સાથે ઉઠાવી છે. તેમના મત મુજબ માલદીવમાં ભારતીય અધિકારીઓએ આ મુદ્દાને ત્યાંના કાર્યવાહક મંત્રી મરિયલ શકીલાના સમક્ષ પણ ઉઠાવ્યો છે. માલદીવે અપરાધીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીનો વિશ્વાસ અપાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમના દેશના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
