For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'AAPના 3-4 ધારાસભ્યોનું સમર્થન હોવાનો બિન્નીનો દાવો'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીમાં કાઢી મૂકવામાં આવેલા બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીનું બાગી વલણ યથાવત છે. પાર્ટીમાંથી સસ્પેંડ વિનોદ કુમાર બિન્નીએ એક નવો દાવો રજૂ કરીને 'આપ'ની ઉંઘ હરામ કરી દિધી છે. ગઇકાલે પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવેલા 'આપ'ના ત્રણ-ચાર ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જો કે હાલ તેમને નામનો ખુલાસો કર્યો નથી કે 'આપ'ના કયા ત્રણ કે ચાર ધારાસભ્ય તેમની સાથે છે.

વિનોદ કુમાર બિન્નીએ સોમવારથી જંતર-મંતર અનિશ્વિતકાળના અનશન શરૂ કરશે. વિનોદ કુમાર બિન્નીએ લગભગ એક અઠવાડિયા પહેલાં આ અંગે જાહેરાત કરી હતી. વિનોદ કુમાર બિન્નીએ સરકાર પાસેથી 25 જાન્યુઆરી સુધીનો સમય માંગ્યો હતો અને કહ્યું હતું કે આ સમય મર્યાદામાં સરકાર જનતાના વાયદા પુરા કરે. આમ ન કરવામાં આવ્તાં તે 27 જાન્યુઆરીથી જંતર મંતર પર અનિશ્વિતકાળના અનશન કરશે. બિન્ની જંતર-મંતર પર સરકારની નિતીઓનો વિરોધ કરશે.

vinod-kumar-binny-1 .jpg

અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પોતાના બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની પર સખત કાર્યવાહી કરતાં પાર્ટીમાંથી તગેડી મૂક્યા છે. 'આપ'ની અનુશાસન સમિતિએ બિન્નીને પાર્ટીમાંથી સસ્પેંડ કરી દિધા છે. બિન્ની લક્ષ્મી નગરથી ધારાસભ્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીના રોજ બિન્નીએ અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ મોરચો ખોલીને પાર્ટીનું મુદ્દાઓથી ભટકવાનો આરોપ લગાવ્યો હતો.

આપના અનુસાર બિન્નીના મુદ્દે અનુશાસન સમિતિને 19 જાન્યુઆરીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકની અધ્યક્ષતા પંકજ ગુપ્તાએ કરી હતી. આ કમિટીમાં પંકજ ઉપરાંત આશીષ તલવાર, ઇલ્યાસ આઝમી, યોગેન્દ્ર યાદવ અને ગોપાલ રાય છે. સમિતિએ નિર્ણય લીધો છે કે પાર્ટી વિરોધી ગતિવિધિઓના લીધે બિન્નીને આપમાંથી કાઢી મૂકવામાં આવે છે. બિન્નીને પણ સૂચના આપવામાં આવી છે. બિન્નીના બહાને આમ આદમી પાર્ટી અન્ય બાગીઓને પણ સંદેશ આપવા માંગે છે કે પાર્ટી વિરોધી કોઇપણ ગતિવિધિઓને સહન નહી કરે.

English summary
Expelled Aam Aadmi Party MLA Vinod Kumar Binny will sit on a fast at Jantar Mantar beginning Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X