આપ આફતમાં, બિન્ની અને શોએબે ફેંક્યો સરકાર બચાવવાનો પડકાર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી: દિલ્હીમાં ફક્ત એક મહિનો જૂની અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકારને હવે 'સાચા રાજકારણ' નો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર પર સંકટોના વાદળો ઘેરાઇ રહ્યાં છે. પાંચ ધારાસભ્યોના સમર્થનનો દાવો કરતાં આપના સસ્પેંડેડ ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ આજે કહ્યું છે કે જો તેમની માંગણીઓને 48 કલાકમાં માનવામાં નહી આવે તો અરવિંદ કેજરીવાલની નીત સરકારને ધરાશય કરી દેશે.

જેડીયૂના ધારાસભ્ય શોએબ ઇકબાલ અને અપક્ષ ધારાસભ્ય રામબીર શૌકીનની સાથે વિનોદ કુમાર બિન્નીએ કહ્યું હતું કે 'હું શોએબ ઇકબાલ અને રામબીરની સાથે ઉપરાજ્યપાલ નજીબ જંગ સાથે મુલાકાત કરીશ અને અમારી માંગણીઓને 48 કલાકમાં માનવામાં નહી આવે તો સમર્થન પાછું લઇ લઇશ.'

રવિવારે રાજધાની દિલ્હીમાં એક પત્રકાર પરિષદ સંમેલનને સંબોધિત કરતાં વિનોદ કુમાર બિન્નીએ કહ્યું હતું કે તે આપના બે અન્ય ધારાસભ્યો અને નિગમ પાષર્દો સાથે રાજકીય મોરચો બનાવશે. તેમણે આ ધારાસભ્યો અને પાષર્દોના સંપર્કમાં હોવાનો દાવો કર્યો. વિનોદ કુમાર બિન્નીએ કહ્યું હતું કે તેમની સાથે ચાર ધારાસભ્ય અને 20 પાર્ષદ છે. જે સોમવારે બપોરે સામે આવશે.

vinod-kumar-binny

શોએબ ઇકબાલે એ પણ દાવો કર્યો હતો કે તે જલદી એક નવો મોરચો બનાવશે જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતા પણ સામેલ થશે. વિનોદ કુમાર બિન્નીએ દાવો કર્યો હતો કે નવા મોરચામાં 20 પાર્ષદ અને ચાર ધારાસભ્ય સામેલ હશે. વિનોદ કુમાર બિન્નીના એલાન પહેલાં બધાની નજરો બાકીના ચાર ધારાસભ્યો પર ટકેલી છે. માનવામાં આવે છે કે એમાંથી એક ધારાસભ્ય ભાજપ અને એક કોંગ્રેસના હોય શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ પર અંદર અને બહારથી સતત હુમલા થઇ રહ્યાં છે. મહિલાઓનું સન્માન ન કરવાનો આરોપ લગાવતાં આમ આદમી પાર્ટીના નેતા સંસ્થાપક સભ્યોમાંથી એક મધુ ભાદુડીએ પણ પાર્ટી છોડી દિધી છે.તેમને કહ્યું હતું કે 'પાર્ટીમાં હવે માણસાઇ મરી પરવારી છે. ત્યાં મહિલાઓને માણસ સમજવામાં આવતી નથી.'

English summary
In a show of power against Delhi Chief Minister Arvind Kejriwal, expelled party MLA Vinod Kumar Binny on Sunday announced support of five other MLAs and said he will soon launch a new outfit opposing the Aam Aadmi Party (AAP).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.