For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates : આગામી કેટલાક કલાકોમાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે પોતાના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, આગામી કેટલાક કલાકો દરમિયાન ઘણા પ્રાંતોમાં ભારે વરસાદ પડી શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે પોતાના તાજેતરના અપડેટમાં જણાવ્યું છે કે, આગામી કેટલાક કલાકો દરમિયાન ઘણા પ્રાંતોમાં ભારે વરસાદ પડી શકે છે. IMDના ટ્વિટર મુજબ આગામી કેટલાક કલાકો દરમિયાન કુરુક્ષેત્ર, કૈથલ, નરવાના, કરનાલ, રાજૌંડ, અસંધ, સફિદોન, શામલી, કાંધલા, ભદ્રા, સિદ્ધમુખ, સાદુલપુર, પિલાની, કોટપુટલી, અલવર, રાજગઢમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે એલર્ટ પણ આપ્યુ છે.

Weather Updates

23 ઓગસ્ટથી ભારે વરસાદ પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોન્સુન ટ્રકનો પશ્ચિમ છેડો 23 ઓગસ્ટથી ધીરે ધીરે ઉત્તર તરફ વળે તેવી શક્યતા છે. આ કારણોસર ઉત્તર પ્રદેશમાં 23 ઓગસ્ટથી 25 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં છેલ્લા 24 કલાક દરમિયાન પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

Weather Updates

દિલ્હીમાં વાદળો વરસશે

શનિવારના રોજ રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ પડ્યો હતો, જેથી લોકોને ગરમી અને ધુમ્મસમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં સક્રિય ચોમાસાને કારણે અહીં સોમવારના રોજ પણ વરસાદ પડી શકે છે. વરસાદના કારણે દિલ્હીના લોકોને હવે આગામી ત્રણ-ચાર દિવસ સુધી મુશ્કેલી વેઠવી પડશે, પણ તેના કારણે ગરમીમાંથી રાહત પણ મળશે.

આ સ્થળોએ પણ વરસાદ પડશે

આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને તટીય આંધ્ર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં રવિવારના રોજ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે આગામી થોડા કલાકોમાં મહારાષ્ટ્ર, વિદર્ભ, તેલંગાણાના પૂર્વ ભાગો અને ઓડિશામાં કડાકાભડાકા સાથે હળવા વરસાદની સંભાવના છે.

Weather Updates

સ્કાયમેટે પણ આપી ચેતવણી

સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, યુપી, બિહારમાં ભારે વરસાદની આગાહી છે. તો સોમવારથી કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.

English summary
Currently, heavy rains are falling in many states of the country. The Indian Meteorological Department said in its latest update that heavy rains are likely in many parts of the country in the next few hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X