Weather Updates : દિલ્હીથી દક્ષિણ ભારત સુધી પડી શકે છે ભારે વરસાદ, ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકો દરમિયાન દિલ્હીથી દક્ષિણ ભારત સુધીમાં વરસાદ થવાની સંભાવના છે.
નવી દિલ્હી - હાલ અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક કલાકો દરમિયાન દિલ્હીથી દક્ષિણ ભારત સુધીમાં વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ, ઉત્તર દિલ્હી, જીંદ, રોહતક, કૈથલ, રેવારી, બાવલ, તિજારા, કાસગંજ, ભરતપુર, નદબઇ, ડીગ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. બિહારમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ભારે વરસાદ થાય તેવી શક્યતા
શુક્રવારથી આગામી 24 કલાક દરમિયાન કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ, ઉત્તર પૂર્વ રાજસ્થાન, ઉત્તર કોંકણ, બિહાર અને બંગાળમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હિમાચલ-ઉત્તરાખંડનીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઘણા જિલ્લાઓમાં ઘોડાપૂર
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાને કારણે રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. નાગપુર, કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી અને સાતારા સહિતના કેટલાક જિલ્લાઓમાં ઘોડાપૂર આવ્યું છે. NDRF ટીમ દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક એવા વિસ્તારો પણ છે, જ્યાં NDRFની ટીમને પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્કાયમેટ દ્વારા પણ અપાઇ ચેતવણી
સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાકના સમયગાળા દરમિયા મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે, જ્યારે 28 જુલાઇ સુધીમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ તેવી શક્યતા છે.

આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ
25-26 જુલાઇ સુધીમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર ટાપુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં અને કર્ણાટક, કેરળ અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.












Click it and Unblock the Notifications
