International Mens Day 2021 : મર્દાનગીનો નહીં પણ સમાનતાનો દિવસ છે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ
આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ એટલે કે International Mens Day 2021 છે. આજે પુરુષોના અધિકારો, આરોગ્ય, પુરુષત્વના સકારાત્મક ગુણોની કદર, લિંગ સમાનતા માટે દેશ-વિદેશના અનેક ખૂણે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
International Mens Day 2021 : આજે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ એટલે કે International Mens Day 2021 છે. આજે પુરુષોના અધિકારો, આરોગ્ય, પુરુષત્વના સકારાત્મક ગુણોની કદર, લિંગ સમાનતા માટે દેશ-વિદેશના અનેક ખૂણે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

સમાજ પુરુષપ્રધાન હોય શકે છે, પરંતુ કેટલીકવાર પુરુષો પણ અત્યાચારનો ભોગ બને છે. 19 નવેમ્બર, 2007માં ભારતમાં સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો ચાલો આપણે જાણીએ કે, આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઈતિહાસ અને તમે આ દિવસને તમારા પુરુષ મિત્રો, સહકર્મીઓ, પિતા, ભાઈ અને પતિ માટે કેવી રીતે યાદગાર બનાવી શકો.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસનો ઇતિહાસ
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણીની માગ સૌપ્રથમ વર્ષ 1923માં કેટલાક પુરુષો દ્વારા કરવામાં આવી હતી, તેઓએ કહ્યું કે, જો મહિલા દિવસ ઉજવવામાં આવે છે, તો પુરૂષ દિવસ પણ ઉજવવો જોઈએ. 19 નવેમ્બર, 1999ના રોજ ત્રિનિદાદ અને ટોબેગોના લોકોએ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરી હતી.
ભારતમાં ડૉ. જેરોમ તિલક સિંહે પુરુષોના અધિકારો માટે અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. ડૉ. જેરોમ તિલક સિંહના પિતાનો જન્મ 19 નવેમ્બરના રોજ થયો હતો. આ તારીખે ભારતમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી શરૂ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2021ની થીમ
દર વર્ષે વિવિધ થીમના આધારે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વખતની થીમ છે - આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ 2021ની થીમ 'Better relations between men and women' છે. એટલે કે 'સ્ત્રી અને પુરૂષો વચ્ચે સારા સંબંધો સ્થાપિત કરવા.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસ: મહાન પુરુષોના વિચારો
"જ્યારે કોઈ માણસને તે માને છે, તે જીવન જીવવાનો અધિકાર નકારવામાં આવે છે, ત્યારે તેની પાસે ગેરકાયદેસર બનવા સિવાય કોઈ વિકલ્પ નથી." - નેલ્સન મંડેલા
"પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ સૌથી નજીકના મિત્રોમાંનો હોવો જોઈએ." - બી.આર. આંબેડકર
"એક મહાન માણસ અંધકારમાં એક મશાલ છે, અંધશ્રદ્ધાની રાતમાં એક દીવાદાંડી છે, એક પ્રેરણા અને ભવિષ્યવાણી છે." - રોબર્ટ ગ્રીન
"કોઈ મહાપુરુષ વ્યર્થ નથી જીવતો. વિશ્વનો ઈતિહાસ એ મહાપુરુષોનું જીવનચરિત્ર છે." - થોમસ કાર્લાઈલ
"એક મહાન માણસ પ્રતિષ્ઠિત વ્યક્તિથી અલગ છે કે, તે સમાજનો સેવક બનવા તૈયાર છે." - બી.આર. આંબેડકર
મર્દને પણ થાય છે દર્દ
એવું માનવામાં આવે છે કે, ભારત પુરૂષ પ્રભુત્વ ધરાવતો દેશ છે અને મહિલા દિવસની તર્જ પર પુરૂષોએ આવા કોઈ ખાસ દિવસની ઉજવણી કરવાની જરૂર નથી. પરંતુ એવું નથી. પુરુષોને પણ પોતાની આવી સમસ્યાઓ હોય છે. તમે ફિલ્મનો એક ડાયલોગ તો સાંભળ્યો જ હશે કે, મર્દ કો દર્દ નહીં હોતા, પરંતુ અમે તમને જણાવી દઈએ કે, પુરૂષો પણ જૂના દર્દને યાદ કરીને તણાવગ્રસ્ત અને અતિસંવેદનશીલ થઈ જાય છે, જ્યારે મહિલાઓ તેમના ભૂતકાળના દર્દનાક અનુભવને યાદ કરીને કોઈપણ રીતે તણાવમાં નથી આવતી, જે કારણે મેન્સ ડે ઉજવવાની જરૂર પણ અનુભવાઈ હતી. ત્યારથી ભારતમાં પણ મેન્સ ડે ઉજવવામાં આવે છે.
ગુના માટે માત્ર પુરૂષો જ જવાબદાર નથી
વર્તમાન સમયમાં ગુનાખોરીના વધતા આંકડામાં માત્ર પુરૂષો જ જવાબદાર નથી, પરંતુ મહિલાઓ પણ સમાન રીતે શામેલ થઈ રહી છે. એવું કેમ બને છે કે, મહિલા દિવસ ઉજવવો હોય તો પુરુષોનું અપમાન થાય અને પુરુષ દિવસ ઉજવવો હોય તો મહિલાઓની ખામીઓ જોવામાં આવે. ઇન્ટરનેશનલ મેન્સ ડે કેમ ઉજવો એ ન પૂછો, તમારા સ્નેહીજનોની ખુશી માટે ખુશી આપતા શીખો, ઇન્ટરનેશનલ મેન્સ ડે પૂરી નિષ્ઠા સાથે ઉજવો.
'યે મર્દ બેચારા' ફિલ્મ દેશે દસ્તક
કોરોના મહામારીની બીજી લહેર શમી ગયા બાદ દેશભરમાં થિયેટર્સને ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે. થિયેટર્સ ખુલી ગયા છે. આ સાથે ઘણી ફિલ્મોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. હવે આ એપિસોડમાં વધુ એક ફિલ્મનું નામ શામેલ થયું છે. પીઢ અભિનેત્રી સીમા પાહવાની ફિલ્મ 'યે મર્દ બેચારા' આજે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ છે.
આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસને આ રીતે ખાસ બનાવો
દેશ-વિદેશમાં આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે તમારા મિત્રો, સહકાર્યકરો, ભાઈ અને પિતાને ખાસ લાગે તે માટે, તમે તેમના માટે પ્રેમભર્યા સંદેશ, શુભેચ્છા, શેવિંગ કીટ અથવા શર્ટ ગિફ્ટ કરી શકો છો. તેમને કહો કે, તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
