દિલ્હીમાં બીજેપી સતત મેયર બનાવવાનો દાવો કેમ કરી રહી છે? જાણો શું છે કારણ?

દિલ્હી એમસીડીમાં બીજેપીને હરાવીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે. દિલ્હીમાં સરકાર અને હવે એમસીડી પર કબ્જો કર્યા બાદ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે.

નવી દિલ્હી : દિલ્હી એમસીડીમાં બીજેપીને હરાવીને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી છે. દિલ્હીમાં સરકાર અને હવે એમસીડી પર કબ્જો કર્યા બાદ આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીના વિકાસમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના સહકારની જરૂર છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે, બીજેપી સતત દિલ્હીમાં મેયર પદની રેસમાં હોવાનો દાવો કરી રહી છે.

delhi

આમ આદમી પાર્ટી જીતની ઉજવણી કરી રહી છે ત્યારે બીજેપી તરફથી કહેવામાં આવી રહ્યુ છે કે, ભાજપ હજુ મેયરની રેસમાંથી બહાર નથી. પરિણામ બાજ બીજેપી નેતા અમિત માલવિયએ કહ્યું હતું કે, દિલ્હી મેયરની ચૂંટણી હજુ એક ખુલ્લી રેસ છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હવે દિલ્હીના મેયરને ચૂંટવાનો સમય આવી ગયો છે. આ બધુ તેના પર નિર્ભર કરે છે કે નજીકની હરીફાઈમાં કોણ નંબર મેળવી શકે છે. નોમિનેટેડ કાઉન્સિલરો કેવી રીતે મતદાન કરે છે. ચંદીગઢમાં ભાજપના મેયર છે.

અહીં તમને જણાવી દઈએ કે, ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં બીજેપીને ઓછી સીટ મળી હતી. અહીં પણ આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી હતી. AAPને 14 બેઠકો મળી છતાં આમ આદમી પાર્ટી મેયર ન બનાવી શકી. ચંદીગઢ MCDમાં 12 બેઠકો જીતીને ભાજપના મેયર બન્યા. કોંગ્રેસને અહીં 8 બેઠકો મળી હતી. ચંદીગઢ મેયરની ચૂંટણી પહેલા કોંગ્રેસના એક કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. આ સાથે જ સાંસદનો એક વોટ ભાજપના ખાતામાં ગયો. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી અને બીજેપીના 14-14 વોટ સરખા થઈ ગયા. બાદમાં મેયર ભાજપના બન્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X