For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચી યમુના નદી, ભારે વરસાદ સાથે જળસ્તર વધવાની સંભાવના

દિલ્હીમાં ખતરનાક સ્તરે પહોંચી યમુના નદી, ભારે વરસાદ સાથે જળસ્તર વધવાની સંભાવના

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં બુધવારે યમુનાના જળ સ્તર ખતરાના નિશાન નજીક રહ્યાં. જ્યારે હરિયાણાના હથિનીકુંડ બૈરાજથી વધુ પાણી છોડાતાં આ સ્તર હજી વધી શકે છે. આ અંગે અધિકારીઓએ જાણકારી આપી છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગલા ત્રણ-ચાર દિવસ સુધી પશ્ચિમોત્તર ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન જતાવ્યું છે. બુધવારે સાંજે ઓલ્ડ રેલવે બ્રિઝ પર યમુના નદીનું જળ સ્તર 203.68 મીટર નોંધાયું. સોમવારે જળસ્તર 204.38 મીટર હતું અને તે ખતરનાક નિશાન 205.33 મીટરથી માત્ર એક મીટર જ નીચે હતું.

હથિનીકુંડ બૈરાજથી પાણી છોડવામાં આવી રહ્યું છે

હથિનીકુંડ બૈરાજથી પાણી છોડવામાં આવી રહ્યું છે

સિંચાઈ અને પૂર નિયંત્રણ વભાગના એક અધિકારીએ જણાવ્યું કે હથિનીકુંડ બૈરાજથી સાંજે છ વાગ્યે 25000 ક્યૂસેકના દરે પાણી છોડવામા આવી રહ્યું છે. એક ક્યૂસેક પ્રતિ સેકંડ 28.32 લીટર પાણીના બરાબર છે. તેમણે કહ્યું કે હજી વધુ પાણી છોડવામાં આવે તેવી ઉમ્મીદ છે. જેનાથી જળસ્તર વધવાની સંભાવના છે.

ભારે વરસાદથી મુશ્કેલી વધી શકે

ભારે વરસાદથી મુશ્કેલી વધી શકે

જણાવી દઈએ કે હથિનીકુંડ બૈરાજથી આવતું પાણી દિલ્હીમાં પીવા માટે ઉપયોગ થાય છે. આની સાથે જ બૈરાજથી છોડવામાં આવેલ પાણી સામાન્ય રીતે 72 કલાકમાં દિલ્હી પહોંચે છે. જ્યરે હથિનીકુંડ બૈરાજમાં પ્રવાહ દર 352 ક્યૂસેક જોવા મળ્યો, પરંતુ ભારે વરસાદ બાદ પાણઈ વધવાનું કારણ પાણી છોડવાની તેજ માત્રા છે.

પૂરથી નિપટવા દિલ્હી તૈયાર

પૂરથી નિપટવા દિલ્હી તૈયાર

ગત વર્ષે ઓગસ્ટના એક મહિનામાં પ્રવાહ દર 8.2 લાખ ક્યૂસેક સુધી પહોંચી ગયો હતો. જે કારણે યમુના નદીનું જળ સ્તર ખતરાના નિશાનથી 1 મીટર ઉપર 206.60 મીટર પર પહોંચી ગયું હતું. દિલ્હીના જળમંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે સરકાર પૂર જેવી કોઈપણ સ્થિતિથી નિપટવા માટે તૈયાર છે.

મોબાઈલમાં ગેમ રમવા બાબતે 11 વર્ષના બાળકની હત્યામોબાઈલમાં ગેમ રમવા બાબતે 11 વર્ષના બાળકની હત્યા

English summary
Yamuna river reaches dangerous level in Delhi, water level is likely to rise with heavy rains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X