યશવંત સિંહે વડાપ્રધાનને લખ્યો પત્ર, જેપીસીમાં હાજર હો...!

તેમને કહ્યું હતું કે 'સમિતિ સમક્ષ રજૂ થઇ પોતાની સ્પષ્ટતા આપવી તમારા માટે ફાયદાકારક રહેશે. તેમને લોકસભા અધ્યક્ષ મીરા કુમારને પત્ર લખીને પૂર્વ ટેલિકોમ મંત્રી એ રાજાને સાક્ષી તરીકે બોલવવાના મુદ્દે વાંધો ઉઠાવ્યો છે. યશવંત સિંહાએ આશંકા વ્યક્ત કરી છે સમિતિ સત્ય છુપવવાનો પ્રયત્ન કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજાએ થોડા દિવસો પહેલાં સમિતિ અધ્યક્ષ પીસી ચાકોને પત્ર લખીને ગવાહી આપવાની માંગણી કરી હતી.
ભાજપ સહિત વામદળોના સભ્યોની માંગણી હતી કે રાજાને પુછપરછ માટે બોલાવવામાં આવે, પરંતુ ચાકોને કોઇ નિર્ણય લીધો ન હતો. આ પહેલાં વડાપ્રધાન અને નાણાંમંત્રી પી ચિદંમ્બરમને પણ સમિતિમાં બોલાવવાની માંગણી ઉઠી હતી. સોમવારે યશવંત સિંહે આખા ઘટનાક્રમ પર તીખી નારાજગી દર્શાવતાં વડાપ્રધાનને પત્ર લખ્યો હતો. તેમને લખ્યું હતું કે સમિતિ 2જી ગોટાળાની સચ્ચાઇ ઉજાગર કરવાના બદલે તેને દબાવવાના પ્રયત્નમાં જોડાઇ ગઇ છે.
યશવંત સિંહાએ કહ્યું હતું કે ગત બે મહિનામાં સમિતિની બેઠક યોજાઇ નથી. મારા સિવાય સમિતિના અન્ય સભ્યોએ પણ સમિતિની બેઠક બોલાવવાની માંગણી કરી છે. તેમને કહ્યું હતું કે જેપીસીનું ગઠન 2જી ગોટાળાની તપાસ માટે થયું હતું, જે વર્ષ 2008માં થયો હતો. પરંતુ યુપીએ સરકારે આ મુદ્દાની તપાસ વર્ષ 1998થી કરાવવાની વાત કહી રહ્યું છે. વર્ષ 1998થી 2004 દરમિયાન તપાસમાં ઘણો સમય બરબાદ થઇ ચુક્યો છે.
તેમને કહ્યું હતું કે ખુદ રાજાએ પણ ચાકોની મંશા પર સવાલ પેદા થાય છે. રાજા સાક્ષી આપવા માંગે છે પરંતુ સમિતિની બેઠક જ નહી બોલાવવામાં આવતી નથી, જેથી આ મુદ્દો દબાય જાય. તેમને વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું છે કે જો તેઓ ઇચ્છે છે કે સમિતિ સાચી દિશામાં કામ કરે તો વડાપ્રધાન પોતે હાજર થાય. સાથે જ નાણામંત્રીને પણ હાજર થવાનું કહે. મીરા કુમારે તેમને આગ્રહ કર્યો હતો કે ચાકોને જલદી બેઠક બોલાવવાનો નિર્દેશ આપે.












Click it and Unblock the Notifications
