જો હજુ પણ તમારી પાસે 500-1000ની જૂની નોટો હોય તો શું કરશો?

Written By:
Subscribe to Oneindia News

નોટબંધી બાદ હવે સરકારે બીજો એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ અનુસાર 31 માર્ચ, 2017 બાદ કોઇની પણ પાસેથી જો 500 કે 1000ની જૂની નોટો મળશે, તે તેને ચાર વર્ષની જેલની સજા થશે. કેન્દ્રીય કેબિનેટે આ અંગેના વટહુકમને મંજૂરી આપી દીધી છે.

તો હવે જો હજુ પણ તમારી પાસે 500 કે 1000 ની જૂની નોટો હોય તો શું કરશો? એક સર્વે અનુસાર 90 ટકા જૂની નોટો બેંકોમાં જમા થઇ ગઇ છે, પરંતુ 10 ટકા નોટો હજુ પણ બાકી છે. આ નોટો જમા કરાવવા અંગે RBI એ એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો.

4 વર્ષની જેલ

4 વર્ષની જેલ

નવા નિયમાનુસાર 31 માર્ચ, 2017 બાદ જો કોઇની પાસે 10થી વધુ 500 કે 1000ની જૂનો નોટો મળશે, તો તેને 4 વર્ષની જેલની સજા થશે. આ વટહુકમને કારણે 500 અને 1000 રૂપિયાની જૂની નોટોની માન્યતા સંપૂર્ણપણે સમાપ્ત થઇ જશે.

વટહુકમને કેબિનેટની મંજૂરી

વટહુકમને કેબિનેટની મંજૂરી

કેબિનેટ દ્વારા 31 માર્ચ, 2017 બાદ 500 અને 1000 રૂપિયાની જૂની નોટો રાખનાર વિરુદ્ધ સજાની સાથે જ દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. 8 નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત થયા બાદ 500 અને 1000 રૂપિયાની નોટો અમાન્ય છે તથા નાગરિકો પોસ્ટ ઓફિસ અને બેંક ખાતાઓમાં આ નોટ જમા કરાવી શકે છે. એ ઘોષણા મુજબ 30 ડિસેમ્બર સુધી બેંક તથા પોસ્ટ ઓફિસમાં જૂની નોટો જમા કરાવી શકાય, પરંતુ એ પછી પણ જો તમારે જૂની નોટો જમા કરાવવી હોય તો RBI ના આ નિયમ અંગે જાણી લો.

31 માર્ચ સુધી જમા કરો જૂની નોટો

31 માર્ચ સુધી જમા કરો જૂની નોટો

RBI એ કરેલી ઘોષણા અનુસાર, 1 જાન્યૂઆરીથી 31 માર્ચ 2017 સુધી 1000 અને 500 રૂપિયાની જૂની નોટો જમા કરાવી શકાશે. RBI ના સિલેક્ટેડ કાઉન્ટર્સ પર લોકો જૂની નોટો જમા કરાવી શકશે. જો કે, જૂની ચલણી નોટો જમા કરાવતી વખતે તમારે વ્યાજબી કારણ જણાવવું પડશે.

લોકોને મળી રાહત

લોકોને મળી રાહત

આ નિયમથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને ફાયદો થશે, સાથે વિદેશમાં રહેતા ભારતીયો પણ પોતાની જૂની નોટો જમા કરવી શકશે. જો કે, આ નોટો જમા કરાવતાં પહેલાં તમારે યોગ્ય કારણ જણાવવાનું રહેશે અને સાથેજ આવકના પુરાવા પણ બતાવવાના રહેશે.

English summary
Banned notes can be deposited in banks till December 30 and thereafter at selected RBI counters till March 31.
Please Wait while comments are loading...