11 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારના રોજ જણાવ્યું હતું કે, 861 નવા કેસ સાથે, ભારતમાં કોવિડ19ની સંખ્યા વધીને 4,30,36,132 થઈ ગઈ છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 5,21,691 થઈ ગયો છે.

11 April Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારના રોજ જણાવ્યું હતું કે, 861 નવા કેસ સાથે, ભારતમાં કોવિડ19ની સંખ્યા વધીને 4,30,36,132 થઈ ગઈ છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક વધીને 5,21,691 થઈ ગયો છે, જેમાં 6 વધુ મૃત્યુ થયા છે. જોકે, કોરોના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા વધુ ઘટીને 11,058 થઈ ગઈ છે.

હાલ એક્ટિવ કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય COVID19 રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે. 24 કલાકના ગાળામાં એક્ટિવ કેસ લોડમાં 74 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. મંત્રાલયના જણાવ્યા અનુસાર દૈનિક હકારાત્મકતા દર 0.25 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.23 ટકા નોંધાયો હતો. આ રોગમાંથી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 4,25,02,454 થઈ ગઈ છે, જ્યારે કેસમાં મૃત્યુદર 1.21 ટકા નોંધાયો હતો.

ચીનમાં છેલ્લા 24 કલાકમાં 1,164 નવા કોવિડ19 કેસ નોંધાયા

ચીનમાં છેલ્લા 24 કલાકમાં 1,164 નવા કોવિડ19 કેસ નોંધાયા

નેશનલ હેલ્થ કમિશને સોમવારના રોજ જણાવ્યું હતું કે, ચીનની મુખ્ય ભૂમિમાં છેલ્લા 24 કલાકમાં 1,164 તાજા સ્થાનિક રીતે સંક્રમિત COVID19 કેસ નોંધાયા છે.

નવા સ્થાનિક રીતે સંક્રમિત કેસમાંથી, 914 શાંઘાઈમાં, 187 જિલિનમાં, 19 ગુઆંગડોંગમાં અને બાકીના કેસ 12 અન્ય પ્રાંતીય-સ્તરના પ્રદેશોમાં નોંધાયા હતા, સિન્હુઆએકમિશનને ટાંકીને અહેવાલ આપ્યો હતો. કમિશનના જણાવ્યા અનુસાર, સ્થાનિક રીતે સંક્રમિત કેસ ઉપરાંત, 20 નવા આયાતી COVID19 કેસ પણ રવિવારના રોજનોંધાયા હતા.

ભારતમાં 24 કલાકમાં 861 કેસ નોંધાયા

ભારતમાં 24 કલાકમાં 861 કેસ નોંધાયા

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 185.74 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 11,058 છે
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 929 રિકવરીથી કુલ રિકવરી વધી છે, જે હાલ કુલ 4,25,03,383 છે
  • છેલ્લા 24 કલાકમાં 861 નવા કેસ નોંધાયા છે
  • દૈનિક હકારાત્મકતા દર (0.32 ટકા)
  • સાપ્તાહિક હકારાત્મકતા દર (0.23 ટકા)
  • અત્યાર સુધીમાં કુલ 79.41 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવી છે
  • છેલ્લા 24 કલાકમાં 2,71,211 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 7 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, ગાંધીનગરમાં 10 કેસ, અમદાવાદમાં 7 અને વડોદરામાં 5 કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,12,976 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 129 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ, ડિસ્ચાર્જ કે મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 12 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X