14 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં રવિવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 2 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

14 march Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 2 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકપણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 1 દર્દીઓ ડિસ્ચાર્જ થયો છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19 ના 37 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આ સાથેછેલ્લા 24 કલાકમાં 60 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 14, વડોદરામાં 13, રાજકોટમાં 0,સુરતમાં 2, તાપીમાં 3 અને મોરબીમાં 2 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,938 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,124 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 537 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,503 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4,377 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 27 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.

  • એક્ટિવ કેસ : 36,168 (0.08%)
  • કુલ રિકવરી : 4,24,41,449
  • મૃત્યુઆંક : 5,15,877
  • કુલ રસીકરણ : 1,79,91,57,486
અત્યાર સુધીમાં 4,24,41,449 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,24,41,449 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,41,449 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 179.91 કરોડને પારપહોંચી ગયો છે.

સોમવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 22.43 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 60 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,15,877 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X