15 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં સોમવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 1 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
15 march Covid Update : રાજકોટ શહેરમાં સોમવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 1 દર્દીઓ સ્વસ્થ થયો હતો. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 2 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એક પણ દર્દીઓ ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
|
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં સોમવારના રોજ કોવિડ 19 ના 33 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું છે.
આ સાથે છેલ્લા24 કલાકમાં 63 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 19, વડોદરામાં 3, રાજકોટમાં 2, સુરતમાં 1,બનાસકાંઠામાં 2 અને દાહોદમાં 1 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,187 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાંએક્ટિવ કેસની સંખ્યા 506 છે.
|
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,568 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4,722 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 97 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.
- એક્ટિવ કેસ : 33,917 (0.08 ટકા)
- કુલ રિકવરી : 4,24,46,171
- મૃત્યુઆંક : 5,15,974
- કુલ રસીકરણ : 180.36 કરોડ
|
અત્યાર સુધીમાં 4,24,46,171 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,46,171 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 180.36 કરોડને પારપહોંચી ગયો છે.
મંગળવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 17 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 97 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,15,974 છે.












Click it and Unblock the Notifications
