For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

17 April Covid Update : દેશમાં કોરોના સંક્રમણમાં 17 ટકાનો વધારો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારના રોજ સવારના 8 કલાક સુધીમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,150 નવા કોવિડ19 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

17 April Covid Update : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારના રોજ સવારના 8 કલાક સુધીમાં છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,150 નવા કોવિડ19 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. સક્રિય કેસ હાલમાં 11,558 છે, જે કુલ સંક્રમણના 0.03 ટકા છે. રિકવરી રેટ 98.76 ટકા પર યથાવત રહ્યો હતો અને શનિવારે 954 રિકવરી નોંધાઈ હતી. દેશનો ડેઇલી પોઝિટિવિટી રેટ 0.31 ટકા છે અને વીકલી પોઝિટિવિટી રેટ 0.27 ટકા છે.

ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં કોવિડના કેસમાં વધારો થયો છે, આ સાથે ઉત્તર પ્રદેશ સરકારે શનિવારના રોજ તમામ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) જિલ્લાઓને એલર્ટ મોડ પર મૂક્યા છે, એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. રાજ્યમાં કોવિડ મેનેજમેન્ટ પર એક બેઠકની અધ્યક્ષતા કરતી વખતે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ અસરના નિર્દેશો આપ્યા હતા, સરકારે એક નિવેદનમાં આ અંગે જણાવ્યું છે. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગીએ અવલોકન કર્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી, રાજ્યના પડોશી વિસ્તારોમાં કોવિડના કેસમાં વધારો થયો છે અને તેની અસર NCR જિલ્લાઓમાં જોવા મળી શકે છે. તેમણે અધિકારીઓને NCRના તમામ જિલ્લાઓને એલર્ટ મોડ પર રાખવા જણાવ્યું હતું.

આ દરમિયાન ઉંદર પરના અભ્યાસ મુજબ ગરમી-સ્થિર કોવિડ રસી કે જે ભારતમાં વિકસાવવામાં આવી રહી છે અને તેને કોલ્ડ ચેઇન સ્ટોરેજની જરૂર નથી, તેણે ડેલ્ટા અને ઓમિક્રોન સહિતના કોરોનાવાયરસ વેરિયન્ટ્સ સામે મજબૂત એન્ટિબોડી પ્રતિસાદ પેદા કર્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો છે કે, બેંગ્લોરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc) અને બાયોટેક સ્ટાર્ટ અપ કંપની Mynvax દ્વારા રસીના ઉમેદવાર, રીસેપ્ટર-બાઈન્ડિંગ ડોમેન (RBD) નામના વાયરલ સ્પાઈક પ્રોટીનના એક ભાગનો ઉપયોગ કરે છે, જે તેને સંક્રમણ લગાડવા માટે યજમાન કોષ સાથે જોડાવા માટે જે વાયરસને મંજૂરી આપે છે.

ભારતે કોરોના મૃત્યુદરના અંદાજ માટે WHOની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ

ભારતે કોરોના મૃત્યુદરના અંદાજ માટે WHOની પદ્ધતિ પર ઉઠાવ્યા સવાલ

ભારતે શનિવારના રોજ દેશમાં કોવિડ19 મૃત્યુદરનો અંદાજ કાઢવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાની પદ્ધતિ પર પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, આવા ગાણિતિક મોડેલિંગનોઉપયોગ કરીને ભૌગોલિક કદ અને વસ્તીના આવા વિશાળ રાષ્ટ્ર માટે મૃત્યુના આંકડાનો અંદાજ લગાવી શકાય નહીં.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 16 એપ્રીલના રોજ "ભારત વૈશ્વિક કોવિડ ડેથ ટોલ સાર્વજનિક કરવા માટે ડબ્લ્યુએચઓનાં પ્રયાસોને અટકાવી રહ્યું છે" શીર્ષકવાળા ન્યૂ યોર્કટાઇમ્સના લેખના જવાબમાં એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, દેશે અનેક પ્રસંગોએ વપરાયેલી પદ્ધતિની ચિંતાઓ વૈશ્વિક આરોગ્ય સંસ્થા સાથે શેર કરીછે.

ચીનના શાંઘાઈમાં 3,238 કેસ નોંધાયા

ચીનના શાંઘાઈમાં 3,238 કેસ નોંધાયા

મ્યુનિસિપલ હેલ્થ કમિશને રવિવારના રોજ જણાવ્યું હતું કે, ચીનના આર્થિક હબ શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં 3,238 સ્થાનિક રીતે સંક્રમિત કોરોના કેસ નોંધાયા છે.

સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, શહેરમાં તે સમયગાળા દરમિયાન 21,582 સ્થાનિક એસિમ્પટમેટિક કેરિયર્સ પણ નોંધાયા હતા.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 4 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 32 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 2, સુરત અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,074દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 126 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1237 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 473 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

English summary
17 April Covid Update : Corona transition in the country increased by 17 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X