2 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 8 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

2 march Covid Update : રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 8 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 3 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં એકપણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં મંગળવારના રોજ કોવિડ 19 ના 162 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 2 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 333 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 65, વડોદરામાં 23, રાજકોટમાં 8, સુરતમાં 11, ગાંધીનગરમાં 3 અનેબનાસકાંઠામાં 12 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,932 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,10,211 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 1647 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 2 માર્ચ સવારે 8 કલાક સુધીમાં 7,554 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 14,123 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આસાથે 223 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

  • એક્ટિવ કેસ : 85,680 (0.20 ટકા)
  • કુલ રિકવરી : 4,23,38,673 (98.60 ટકા)
  • મૃત્યુઆંક : 5,14,246 (1.20 ટકા)
  • કુલ રસીકરણ : 1,77,79,92,977

અત્યાર સુધીમાં 4,23,38,673 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,38,673 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 177.79 કરોડને પારપહોંચી ગયો છે.

બુધવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 8.55 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 223 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,246 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X