2 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટેડ ડેટા મુજબ ભારતમાં છેલ્લા રવિવારના રોજ કોરોના સંક્રમણના 3,157 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારના રોજ દેશનો સક્રિય કેસલોડ 19,500 હતો. આ સાથે છેલ્લા 24 કલાકમાં 26 મોત નોંધાયા હતા.

2 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અપડેટેડ ડેટા મુજબ ભારતમાં છેલ્લા રવિવારના રોજ કોરોના સંક્રમણના 3,157 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. સોમવારના રોજ દેશનો સક્રિય કેસલોડ 19,500 હતો. આ સાથે છેલ્લા 24 કલાકમાં 26 મોત નોંધાયા હતા. જે કારણે દેશમાં કુલ 523869 મોત નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 4,02,170 લોકોએ કોરોના રસીનો ડોઝ લીધો છે. આ સાથે દેશમાં કુલ 1,89,23,98,347 ડોઝ આપવવામાં આવ્યા છે.

2 મે ની ભારત કોરોના અપડેટ

2 મે ની ભારત કોરોના અપડેટ

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 189.23 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 19,500 છે
  • સક્રિય કેસ 0.05 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,723 રિકવરીથી કુલ રિકવરી વધી છે
  • કુલ રિકવરી 4,25,38,976 છે
  • છેલ્લા 24 કલાકમાં 3,157 નવા કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુ : 26
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 1.07 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ - 0.70 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 83.82 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,95,588 ટેસ્ટ કરવામાં આવ્યા છે
2 મે ની ગુજરાત કોરોના અપડેટ

2 મે ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 18 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 5, વડોદરામાં 11 કેસ તેમજ ગાંધીનગર અનેરાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,293 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 122 થઇ છે.

2 મે ની રાજકોટ કોરોના અપડેટ

2 મે ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 199 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 136 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

આ દેશોમાંથી કર્ણાટકમાં આવતા લોકો માટે બદલાયા નિયમ

આ દેશોમાંથી કર્ણાટકમાં આવતા લોકો માટે બદલાયા નિયમ

વધતા જતા કોરોના સંક્રમણની ચિંતાઓ વચ્ચે, કર્ણાટક સરકારે શનિવારના રોજ અધિકારીઓને જાપાન અને થાઈલેન્ડથી આવતા લોકો માટેસર્વેલન્સ પગલાં શરૂ કરવા સૂચના આપી હતી, જેમાં એરપોર્ટ ટેસ્ટિંગ લેબોરેટરીમાં રોગનિવારક કેસ માટે RT-PCR પરીક્ષણોનો સમાવેશથાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X