For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાડીમાંથી ચરસના 2 પેકેટ મળ્યા, 13.8 ગ્રામ મેફેડ્રોન સાથે એક ઝડપાયો

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક મંગળવારના રોજ 1.38 લાખની કિંમતના 13.81 ગ્રામ મેફેડ્રોન સાથે 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર નજીક મંગળવારના રોજ 1.38 લાખની કિંમતના 13.81 ગ્રામ મેફેડ્રોન સાથે 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ચોક્કસ માહિતીના આધારે, જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના અધિકારીઓએ ચોવાર-ગડુ ગામ રોડ પર વોચ રાખી હતી અને આદિલ અનવર શેખને ચેકિંગ માટે અટકાવ્યો હતો.

charas

પોલીસને તેની પાસેથી પ્રતિબંધિત માદક દ્રવ્યો મળી આવ્યા હતા અને તેની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) ની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

પૂછપરછ દરમિયાન આદિલે પોલીસને જણાવ્યું કે, તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતા અફાન નામના વ્યક્તિ પાસેથી મેફેડ્રોન મેળવતો હતો. SOGના ઇન્સ્પેક્ટર એ. એમ. ગોહિલે જણાવ્યું હતું કે, તે કેઝ્યુઅલ મજૂરી કામ કરતો હતો, પરંતુ બાદમાં તેણે ડ્રગ વેચીને વધુ સારી કમાણી કરવાનું શરૂ કર્યું હતું. આદિલ છેલ્લા છ મહિનાથી મેફેડ્રોનનું વેચાણ કરતો હતો, એમ એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ : કચ્છના લખપત શહેર નજીક એક ખાડી વિસ્તારમાં ચરસના બે પેકેટ મળી આવ્યા હતા. જે બાદ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવમાં આવ્યું છે.

સોમવારના રોજ બીએસએફને હરામી નાળામાં એક ત્યજી દેવાયેલી માછીમારી બોટ મળી હતી, પરંતુ તેના પરથી માછીમારીની જાળ સિવાય કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, એજન્સીઓને માહિતી મળી હતી કે ચાર પાકિસ્તાની લોકો ફિશિંગ બોટ છોડીને આ વિસ્તારમાંથી ભાગી ગયા છે.

એક સૂત્રએ જણાવ્યું હતું કે, બીએસએફ, એસઓજી અને મરીન પોલીસ દ્વારા આ ચાર પાકિસ્તાનીઓને શોધવા માટે કચ્છના દરિયાકાંઠે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેકેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવ્યા છે.

English summary
2 packets of charas were found from the Lakhpat creek, one caught with 13.8 grams of mephedrone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X