21 february Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં રવિવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 21 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
18 february Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 1 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 21 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 6 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 21-21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
#GujaratCoronaUpdate
— PIB in Gujarat 🇮🇳 (@PIBAhmedabad) February 20, 2022
#Gujarat માં આજે #COVID19 ના 377 નવા કેસ, 9 દર્દીના મૃત્યુ તો 1148 દર્દીઓ સાજા થયા
#Ahmedabad માં આજે 136, #Surat માં 26, #Vadodara માં 72, #Rajkot માં 7 નવા કેસ નોંધાયા
કુલ મૃત્યુઆંક 10,896; રાજ્યમાં કુલ 12,04,656 દર્દી સાજા થયા; સક્રિય કેસ-5010 pic.twitter.com/QdRg9JJgpH
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19ના 377 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 9 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1148 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 136, વડોદરામાં 72, રાજકોટમાં 7, સુરતમાં 26, ગાંધીનગરમાં 17 અનેબનાસકાંઠામાં 18 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10896 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,04,656 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 5010 છે.
|
ભારતમાં કોરોનાની પરિસ્થિતિ
ભારતમાં સોમવારના રોજ 16051 નવા કોવિડ-19 કેસ નોંધાયા હતા. આ સાથે 206 મૃત્યુ નોંધાયા છે, જેમાં સમગ્ર દેશમાં વાયરસથી સંબંધિત મૃત્યુની સંખ્યા વધીને5,12,209 થઈ ગઈ છે.
સોમવારના સવારે 8 કલાકના અપડેટ પહેલાના 24 કલાકમાં કુલ 37901 દર્દીઓ સ્વસ્થ થયા સાથે રિકવરી રેટ ફરી 98.33 ટકાના આંકને વટાવીગયો છે. સોમવારની અપડેટ મુજબ ભારતમાં 2,02,131 સક્રિય કેસ હતા.

175.46 કરોડ ડોઝ અપાયા
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં 175.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં લાભાર્થીઓના ઓળખાયેલા જૂથોમાં 1.89 કરોડ બૂસ્ટર ડોઝનોસમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં, 15-18 વય વર્ગના 5.36 કરોડ કિશોરોને પણ પ્રથમ ડોઝની રસી આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
