22 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસને કારણે 25 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. જ્યારે શનિવારના રોજ સમગ્ર દેશમાં 2,323 નવા કેસ નોંધાયા હતા.

22 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસને કારણે 25 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. જ્યારે શનિવારના રોજ સમગ્ર દેશમાં 2,323 નવા કેસ નોંધાયા હતા. મૃત્યુઆંક વધીને 5,24,348 થયો જ્યારે સક્રિય કેસ ઘટીને 14,996 થઈ ગયા હતા.

સક્રિય કેસોમાં કુલ ચેપના 0.03 ટકાનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો. દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણના અનુક્રમે 479 અને 198 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. Co WIN વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 1.92 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

થાણેમાં 30 નવા કેસ, કોઈ મૃત્યુ નહીં

થાણેમાં 30 નવા કેસ, કોઈ મૃત્યુ નહીં

કોરોના સંક્રમણના 30 નવા કેસના ઉમેરા સાથે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સંક્રમણની સંખ્યા વધીને 7,09,524 થઈ ગઈ છે, એમ સમાચારએજન્સી પીટીઆઈએ જણાવ્યું હતું. આ નવા કેસો શનિવારના રોજ નોંધાયા હતા. જિલ્લામાં મૃત્યુઆંક 11,895 પર યથાવત છે અનેCOVID 19 મૃત્યુ દર 1.67 ટકા રહ્યો છે.

બંગાળમાં 32 નવા કોવિડ કેસ નોંધાયા

બંગાળમાં 32 નવા કોવિડ કેસ નોંધાયા

પશ્ચિમ બંગાળના કોવિડ19 ની સંખ્યા વધીને 20,19,058 થઈ ગઈ છે, જ્યારે વધુ 32 લોકોનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે,આરોગ્ય વિભાગે શનિવારના રોજ જણાવ્યું હતું. રાજ્યમાં શુક્રવારના રોજ 42 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા. ટોલ 21,203 પરયથાવત રહ્યો કારણ કે દિવસ દરમિયાન આ રોગને કારણે કોઈ મૃત્યુ નોંધાયું ન હતું.

22 may ની ગુજરાત કોરોના અપડેટ

22 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 28 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયુંનથી.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જોશહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 17 અને વડોદરા અને ગાંધીનગરમાં 4 કેસ નોંધાયા છે.

આસાથે સુરતમાં 2 અને નવસારીમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ12,13,750 દર્દી સાજા થયા છે.

હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 199 થઇ છે. જેમાંથી બે દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 197 દર્દીનીહાલત સ્થિર છે.

22 may ની રાજકોટ કોરોના અપડેટ

22 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1069 અને રાજકોટ ગ્રામ્યવિસ્તારમાં 1057 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X