23 April Covid Update : દેશમાં કોરોના સંક્રમણ વધ્યું, જાણો રાજ્ય, દેશ અને રાજકોટની કોરોના અપડેટ એક ક્લિક પર
23 April Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં શનિવારની સવારે 8 કલાક સુધીમાં 2,527 કોવિડ 19 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે એક દિવસ પહેલા નોંધાયેલા 2,451 કેસ કરતાં સહેજ વધારે છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે. કોરોના સંક્રમણમાંથી 1,656 દર્દીઓ સાજા થયા છે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 838 સક્રિય કેસ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે 15,079 છે. શનિવારના રોજ 33 જેટલાં મૃત્યુ નોંધાયા હતા, જેનાથી મૃત્યુઆંક 5,22,149 થયો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, શુક્રવારની સાંજે 7 કલાક સુધી 18-59 વર્ષની વયના લોકોને કોરોના રસીના કુલ 35,636 પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા, જે આ વય-જૂથમાં આપવામાં આવેલા કુલ પ્રિકોશન ડોઝને લઈને અત્યાર સુધીમાં 3,08,380 થઈ ગયા છે.
શુક્રવારના રોજ શહેરના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, DDMA આદેશ બાદ માસ્ક ન પહેરવા બદલ દંડ લાગવાના ડરથી, રાષ્ટ્રીય રાજધાનીમાં લોકોએ ફરીથી જાહેર સ્થળોએ, ખાસ કરીને વ્યસ્ત બજારો, રેલ્વે સ્ટેશનો, મેટ્રો, બસો અને ISBT પર માસ્ક પહેરવાનું શરૂ કર્યું છે. આ સ્થળો પર દિલ્હી પોલીસ અને સત્તાવાળાઓ દ્વારા તપાસ પણ ફરી તેજ થઈ ગઈ છે. દિલ્હીમાં શુક્રવારના રોજ 4.64 ટકાના પોઝિટિવ રેટ સાથે 1,042 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે બે વ્યક્તિના કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયા હતા.
આ દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે શુક્રવારના રોજ દિલ્હીમાં વધતા કોવિડ19 કેસ ટાંક્યા અને જણાવ્યું હતું કે, લોકો સ્વેચ્છાએ માસ્ક પહેરવાનું ચાલુ રાખી શકે છે. જોકે રાજ્ય સરકારે હવે તેને વૈકલ્પિક બનાવ્યું છે. ચૈન્નાઈમાં, તમિલનાડુના આરોગ્ય સચિવ જે રાધાક્રિષ્નને જણાવ્યું હતું કે, જે લોકો જાહેર સ્થળોએ માસ્ક પહેરશે નહીં, તેમને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરને આ અંગે દેખરેખ રાખવા માટે જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટમાં કોરોનાની પરિસ્થિતિ
એક અધિકારીએ આજે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં 11 કોરોનાવાયરસ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેના કારણ સંક્રમણની સંખ્યા 7,08,953 પર પહોંચી છે.
આ કેસો શુક્રવારના રોજ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે કોઈ મૃત્યુ થયું નથી. મૃત્યુની સંખ્યા 11,889 પર યથાવત રહી છે.
આ સાથે થાણેજિલ્લાનો કોવિડ-19 મૃત્યુ દર 1.67 ટકા છે. આ ઉપરાંત પાલઘર જિલ્લામાં કેસની સંખ્યા 1,63,608 થઇ હતી, જ્યારે મૃત્યુની સંખ્યા 3,407 છે.

દેશમાં 23 એપ્રીલની કોરોના અપડેટ
- છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,527 પોઝિટિવ કેસ નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં 33 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે. (કેરળમાં 31 બેકલોગ મૃત્યુ ઉમેરાયા)
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 187.46 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
- હાલ ભારતમાં સક્રિય કેસલોડ 15,079 છે.
- સક્રિય કોવિડ કેસ 0.04 ટકા છે
- કોરોનાનો રિકવરી રેટ હાલ 98.75 ટકા છે
- છેલ્લા 24 કલાકમાં 1,656 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,25,17,724 થઈ ગઈ છે.
- ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.56 ટકા
- વીકલી પોઝિટિવિટી રેટ - 0.50 ટકા
- અત્યાર સુધીમાં કુલ 83.42 કરોડ કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે.
- આ સાથે છેલ્લા 24 કલાકમાં 4,55,179 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત થયું નથી.
આ સાથેછેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો નથી.આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 4, વડોદરામાં 5 નોંધાયા છે. તેમજ ગાંધીનગર અને બનાસકાંઠામાં 1-1 કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,184 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 98 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ ઉપરાંતજો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 3730 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2073 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

કેનેડા 5 થી 11 વર્ષની વયના બાળકો માટે મુસાફરીના નિયંત્રણ હળવા કર્યા
ફેડરલ સરકારે જણાવ્યું હતું કે, કોવિડ વેક્સિન લીધા વગરના પાંચથી અગિયાર વર્ષની વયના બાળકોને સંપૂર્ણ રસી અપાયેલા પુખ્ત વયના લોકો સાથે મુસાફરી કરતાકેનેડામાં પ્રવેશવા માટે સોમવારથી કોવિડ19 પરીક્ષણની જરૂર રહેશે નહીં.
કેનેડાની મુસાફરી કરવા માટે લાયક 12 વર્ષથી વધુ ઉંમરના અંશતઃ રસી અથવા રસી વગરનાપ્રવાસીઓ માટે પ્રી-એન્ટ્રી ટેસ્ટ હજૂ પણ જરૂરી રહેશે.
પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હાલમાં કેનેડામાં પ્રવેશવા માટે કોવિડ19 પરીક્ષણ (કોરોના ટેસ્ટ) ની જરૂર નથી. સરકારી અધિકારીઓએ સોમવારથી અમલમાંઆવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટેના પ્રતિબંધોને હળવા કરવા માટે અન્ય કેટલાક નાના ફેરફારોની જાહેરાત કરી છે.
સંપૂર્ણ રસીવાળા પ્રવાસીઓ, અને તેમની સાથે12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, જ્યારે તેઓ દેશમાં પ્રવેશ કરે છે, ત્યારે તેઓને તેમની ક્વોરેન્ટાઇન પિરિયડ પૂરો કરવાની જરૂર રહેશે નહીં.