23 february Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં રવિવારના રોજ 3 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 20 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
23 february Covid Update : રાજકોટ શહેરમાં રવિવારના રોજ 3 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 20 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 25 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં સોમવારના રોજ કોવિડ 19ના 367 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 4 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 902 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 161, વડોદરામાં 87, રાજકોટમાં 8, સુરતમાં 9, ગાંધીનગરમાં 15 અનેબનાસકાંઠામાં 14 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,906 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,06,445 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 3925 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,21,89,887 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 1,76,19,39,020 પરપહોંચી ગયો છે.
સોમવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 33,84,744 ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 278 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,12,622 છે.

કોરોના સંક્રમણના આંકડા પર એક નજર
ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,28,67,031 કેસ નોંધાયા છે. જેમાંથી 1,64,522 એક્ટિવ કેસ છે. તે જ સમયે, કોરોના ટેસ્ટનો આંકડો 76,23,09,362 છે.
જેમાંથીદરરોજ 11,83,744 ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેના કારણે ગત દિવસની સરખામણીએ આ સંખ્યામાં 99191નો વધારો થયો છે.
- કુલ કેસ - 42,865,706
- કુલ રિકવરી - 42,179,578
- કુલ સક્રિય કેસ - 155,576
- કુલ મૃત્યુ - 512,331












Click it and Unblock the Notifications
