24 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં બુધવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
24 march Covid Update : રાજકોટ શહેરમાં બુધવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એકપણ ડિસ્ચાર્જ થયો નથી. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19 ના 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આ સાથેછેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 08, વડોદરામાં 06, રાજકોટમાં 02 કેસનોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,565 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 299 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,938 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2,531 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 67 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.
આ સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ 1,84,07,57,475 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
- એક્ટિવ કેસ : 22,427
- કુલ ડિસ્ચાર્જ : 4,24,75,588
- કુલ મોત : 5,16,672
- કુલ રસીકરણ : 1,84,07,57,475

કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારીઓ
અત્યાર સુધી લોકો કોરોનાની ત્રીજા લહેરથી પીડાઇ રહ્યા હતા. હવે સરકાર કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ચોથાવેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે.
સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરનાપાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.
આવા સમયે, દેશભરમાં 12 થી 14 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ 15 થી 18 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. જો જોવામાં આવે તો,સરકારે મોટાભાગની વસ્તીને રસીકરણના દાયરામાં લાવી છે. નાના બાળકો માટે પણ રસી હોવી જોઈએ, અત્યારે તેની ટ્રાયલ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
