24 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 1,675 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,40,068 થઈ છે.

24 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણના 1,675 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે બાદ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,40,068 થઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 14,841 થઈ ગયા છે. કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા 5,24,490 પર પહોંચી છે, જેમાં 31 વધુ લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે કોરોના સંક્રમણની રિકવરીનો રાષ્ટ્રીય રેટ 98.75 ટકા નોંધાયો હતો, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

24 may ની ભારત કોરોના અપડેટ

24 may ની ભારત કોરોના અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,675 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા : 31
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 14,841 છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 192.52 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 1,635 રિકવરી કુલ રિકવરી વધીને 4,26,00,737 થઈ છે
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.41 ટકા
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.49 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 84.74 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
  • છેલ્લા 24 કલાકમાં 4,07,626 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
24 may ની ગુજરાત કોરોના અપડેટ

24 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 24 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયુંનથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જોશહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 17, વડોદરામાં 4, ભાવનગરમાં 2 અને કચ્છમાં 1 પોઝિટિવકેસ નોંધાયા છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,806 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા182 થઇ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, હાલ તમામ 182 દર્દીની હાલત સ્થિર છે.

24 may ની રાજકોટ કોરોના અપડેટ

24 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 6646 અને રાજકોટ ગ્રામ્યવિસ્તારમાં 3054 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X