25 April Covid Update : કોરોના સંક્રમણમાં થયો વધારો, શું છે રાજકોટ, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

એક દિવસમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,541 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,30,60,086 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 16,522 થઈ ગયા છે.

25 April Covid Update : એક દિવસમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,541 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 4,30,60,086 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 16,522 થઈ ગયા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સોમવારના રોજ અપડેટ કરાયેલ ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 30 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 5,22,223 પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ 19 રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો. 24 કલાકના ગાળામાં કોરોનાના એક્ટિવ કેસ લોડમાં 649 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.

ચીનમાં કોરોના વિસ્ફોટ

ચીનમાં કોરોના વિસ્ફોટ

સખત કોવિડ લોકડાઉનના જોખમને કારણે બેઇજિંગમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. જેના કારણે ખરીદીને વેગ મળ્યો હતો. કારણ કે, ચીની સત્તાવાળાઓ દ્વારા આદેશઆપવામાં આવેલા સામૂહિક પરીક્ષણ માટે સોમવારના રોજ એક મોટા મધ્ય જિલ્લામાં લાંબી લાઇનો લાગી હતી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આસાથે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 5, વડોદરામાં 4 અને રાજકોટમાં 2 નોંધાયા છે. તેમજ નવસારીમાં 1 કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયોછે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,204 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 98 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો એકપણ કેસ નોંધાયો નથી. આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દીડિસ્ચાર્જ થયો નથી.

આ ઉપરાંત જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 132 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 178 વ્યક્તિએ કોરોના રસીનોડોઝ લીધો છે.

કેનેડા 5 થી 11 વર્ષની વયના બાળકો માટે મુસાફરીના નિયંત્રણ હળવા કર્યા

ફેડરલ સરકારે જણાવ્યું હતું કે, કોવિડ વેક્સિન લીધા વગરના પાંચથી અગિયાર વર્ષની વયના બાળકોને સંપૂર્ણ રસી અપાયેલા પુખ્ત વયના લોકો સાથે મુસાફરી કરતા કેનેડામાં પ્રવેશવા માટે સોમવારથી કોવિડ19 પરીક્ષણની જરૂર રહેશે નહીં. કેનેડાની મુસાફરી કરવા માટે લાયક 12 વર્ષથી વધુ ઉંમરના અંશતઃ રસી અથવા રસી વગરના પ્રવાસીઓ માટે પ્રી-એન્ટ્રી ટેસ્ટ હજૂ પણ જરૂરી રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X