28 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 1,421 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જે સોમવાર સુધીમાં કોરોના દર્દીની સંખ્યા 4,30,19,453 પર લઈ ગયા છે.
28 march Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 1,421 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જે સોમવાર સુધીમાં કોરોના દર્દીની સંખ્યા 4,30,19,453 પર લઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, આજ રોજ સક્રિય કેસ વધુ ઘટીને 16,187 થયા છે. સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય COVID 19 રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો.
મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવ્યું હતું કે, 24 કલાકના ગાળામાં સક્રિય COVID 19 કેસ લોડમાં 554 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દૈનિક હકારાત્મકતા દર 0.25 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 0.29 ટકા હતો.
દેશમાં કોવિડ 19ના નવા નોંધાયેલા કેસ સતત નવમા અઠવાડિયે સતત ઘટી રહ્યા છે. ભારતમાં ચાલુ સપ્તાહ (માર્ચ 21-27) માં માત્ર 11,400 કેસ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહના 15,820 ની સરખામણીમાં 28 ટકા ઓછા છે. 20-26 એપ્રિલ, 2020 બાદ આ સૌથી ઓછી સાપ્તાહિક કોવિડ કેસની સંખ્યા હતી, જ્યારે 10,585 નવા સંક્રમણના કેસ નોંધાયા હતા.
નોંધપાત્ર રીતે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, અપવાદ વગર દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોવિડના કેસમાં ઘટાડો થયો છે. જેનાથી કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણના કેસમાં થયેલા ઘટાડાને ભારતમાં રોગચાળાના અગાઉના સમયગાળામાં નોંધાયેલા કેસમાં થયેલા ઘટાડાથી અલગ પડે છે.
23 જાન્યુઆરીએ કોરોની ત્રીજી લહેરની ટોચથી વાયરસના સક્રિય કેસમાં પણ સતત ઘટાડો થયો છે. ભારતમાં હાલમાં કોરોનાવાયરસના લગભગ 15,800 સક્રિય કેસ છે, જે 21 એપ્રિલ, 2020 બાદની સૌથી ઓછી સંખ્યા છે.

કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારીઓ
અત્યાર સુધી લોકો કોરોનાની ત્રીજા લહેરથી પીડાઇ રહ્યા હતા. હવે સરકાર કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ચોથાવેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે.
સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરનાપાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.
આવા સમયે, દેશભરમાં 12 થી 14 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ 15 થી 18 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. જો જોવામાં આવે તો,સરકારે મોટાભાગની વસ્તીને રસીકરણના દાયરામાં લાવી છે. નાના બાળકો માટે પણ રસી હોવી જોઈએ, અત્યારે તેની ટ્રાયલ ચાલી રહી છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં રવિવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે 6 કોરોના દર્દી સ્વસ્થ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવકેસમાં ઘટાડો થયો છે.
રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં એકપણ ડિસ્ચાર્જ થયો નથી.રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં9 લોકોએ તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 42 લોકોએ રસી લીધી છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં શુક્રવારના રોજ કોવિડ 19 ના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથેછેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 04, વડોદરામાં 04 અને દાહોદ, આણંદઅને ખેડામાં 1-1 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,670 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 259 છે.












Click it and Unblock the Notifications
