29 April Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3,377 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ગુરૂવારના 3,303 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

29 April Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3,377 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે ગુરૂવારના 3,303 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સત્તાવાર આંકડામાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 821 સક્રિય કેસ નોંધાયા છે અને કુલ સક્રિય કેસની સંખ્યા 17,801 થઈ ગઈ છે. દેશમાં પણ શુક્રવારના રોજ 60 લોકોના મોત નોંધાયા છે અને કુલ મૃત્યુઆંક 5,23,753 થયો છે.

દિલ્હીના હેલ્થ મિનિસ્ટર ડૉ. સત્યેન્દ્ર જૈને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં લગભગ 5000 સક્રિય કોવિડ કેસ છે, પરંતુ ખૂબ ઓછા હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ પણ જણાવ્યું હતું કે, આરોગ્ય મંત્રાલય 5 થી 12 વર્ષની વયના બાળકોનું રસીકરણ શરૂ કરવા માટે NTAGI ના કોવિડ કાર્યકારી જૂથની ભલામણની રાહ જોશે.

શાંઘાઈમાં કોવિડના જોખમ ઘટ્યું

શાંઘાઈમાં કોવિડના જોખમ ઘટ્યું

12.38 મિલિયન જેટલા શાંઘાઈ રહેવાસીઓ, ચીનના નાણાકીય કેન્દ્રની લગભગ અડધી વસ્તી, હવે ઓછા જોખમવાળા વિસ્તારોમાં સમાવિષ્ટ છે, એટલે કે તેઓ તેમનાઘર છોડી શકે છે, એમ સરકારે શુક્રવારના રોજ જણાવ્યું હતું.

ચીનના અત્યાર સુધીના સૌથી મોટા કોવિડ19 ફાટી નીકળતા શાંઘાઈ શહેરમાં મહિનાની શરૂઆતમાંલોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, તેણે પોઝિટિવ કેસ વગર બે અઠવાડિયા ચાલ્યા હોય તેવા રહેણાંક વિસ્તારો પરના કેટલાક નિયંત્રણો સાવધાનીપૂર્વક હટાવ્યાછે.

શહેર દરેક હાઉસિંગ યુનિટને જોખમના ત્રણ સ્તરો અનુસાર વર્ગીકૃત કરે છે, જેમાં 14 દિવસથી કોવિડ-19 પોઝિટિવ કેસ જોવા મળ્યો નથી, તેને "પ્રિવેન્શન ઝોન"તરીકે નિયુક્ત કરે છે, જે રહેવાસીઓને "યોગ્ય" પ્રવૃત્તિઓ માટે બહાર જવાની મંજૂરી આપે છે.

29 એપ્રીલની ગુજરાત કોરોના અપડેટ

29 એપ્રીલની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 14 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 20 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, સુરત અને વડોદરામાં 2-2 કેસ, તેમજ દાહોદ અને ખેડામાં 1-1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે.આ સાથે રાજ્યમાં કુલ 12,13,263 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 99 થઇ છે.

29 એપ્રીલની રાજકોટ કોરોના અપડેટ

29 એપ્રીલની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. આ સાથે શહેરી વિસ્તારમાં એક દર્દી કોરોનામુક્ત થયો છે. આ સાથે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંકોઇ રિકવરી નોંધાઇ નથી.

આ ઉપરાંત જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 3979 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3818 વ્યક્તિએ કોરોનાવેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X