3 June Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 4,041 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના સંક્રમણના કુલ કેસની કુલ સંખ્યા 4,31,68,585 થઈ ગઈ છે.

3 June Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 4,041 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના સંક્રમણના કુલ કેસની કુલ સંખ્યા 4,31,68,585 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 21,177 થયા છે. છેલ્લા 24 કલાકમાં 10 જાનહાનિ સાથે કોવિડ19 સંબંધિત મોતનો આંક વધીને 5,24,651 પર પહોંચી ગયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સક્રિય કેસ લોડમાં 1,668 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવિટી રેટ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.56 ટકા નોંધાયો હતો.

3 જૂનની ભારત કોવિડ અપડેટ

3 જૂનની ભારત કોવિડ અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4,041 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણને કારણે થયેલા મૃત્યુની સંખ્યા : 10
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 21,177 છે
  • દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 193.83 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • સક્રિય કેસ 0.05 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,363 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,26,22,757 થઈ છે
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.95 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ - 0.73 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 85.17 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,25,379 ટેસ્ટ કરવામાં આવ્યા છે
3 June ની ગુજરાત કોરોના અપડેટ

3 June ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 50 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 27, વડોદરામાં 8 કેસ અને ગાંધીનગરમાં 3 કેસ નોંધાયા છે. તેમજ જામનગર, સાબરકાંઠા, વલસાડ અને સુરતમાં 2-2કેસ નોંધાયા છે. આ સાથે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી અને રાજકોટમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલમૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,094 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 254 થઇ છે. જેતમામની હાલત સ્થિર છે.

3 June ની રાજકોટ કોરોના અપડેટ

3 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 1583 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 851 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X