30 April Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,688 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 2,755 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

30 April Covid Update : દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,688 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન 2,755 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 50 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. નોંધપાત્ર રીતે, કોરોનાના કેસોમાં સતત વધારા સાથે, ઘણા શહેરોમાં નવા મ્યુટન્ટ્સની ઉપલબ્ધતા પણ ચિંતાનો વિષય બની ગઈ છે.

કોરોનાના નવા કેસમાં વધારા સાથે એક્ટિવ કેસ પણ વધીને 18,684 થઈ ગયા છે. આ સાથે દેશમાં હવે કુલ કોરોના કેસ વધીને 4,30,75,864 થઈ ગયા છે. આવા સમયે કોરોનાથી કુલ મૃત્યુઆંક પણ 5,23,803 પર પહોંચી ગયો છે.

30 એપ્રીલની ભારત કોરોના અપડેટ

30 એપ્રીલની ભારત કોરોના અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ 3,688 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 18,684 છે.
  • છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોવિડ-સંબંધિત મૃત્યુની સંખ્યા : 50 (કેરળમાં 45 બેકલોગ મૃત્યુ ઉમેરાયા).
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 188.89 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
  • સક્રિય કેસ 0.04 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,755 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,25,33,377 થઈ ગઈ છે.
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.74 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ(0.66%)
  • છેલ્લા 24 કલાકમાં 4,96,640 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
  • અત્યાર સુધીમાં કુલ 83.74 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
30 એપ્રીલની ગુજરાત કોરોના અપડેટ

30 એપ્રીલની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 9, વડોદરામાં 4 કેસ, ગાંધીનગરમાં 3 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,274 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 105 થઇ છે.

30 એપ્રીલની રાજકોટ કોરોના અપડેટ

30 એપ્રીલની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 3276 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2023વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X