4 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને સૌરાષ્ટ્રની કોરોના અપડેટ

ભારતના દૈનિક કોરોના સંક્રમણના કેસ 715 દિવસ બાદ 1000 થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 913 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 1316 દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

4 April Covid Update : ભારતના દૈનિક કોરોના સંક્રમણના કેસ 715 દિવસ બાદ 1000 થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 913 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 1316 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 13 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ

દેશમાં કોરોનાની પરિસ્થિતિ

  • સક્રિય કેસ : 12,597 (714 દિવસ બાદ 13,000 થી ઓછા)
  • મૃત્યુઆંક : 5,21,358
  • દૈનિક હકારાત્મકતા દર : 0.29 ટકા
  • કુલ રસીકરણ : 1,84,70,83,279
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોવિડ 19 ના 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથેછેલ્લા 24 કલાકમાં 10 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 3 અને પાટણમાં 3 કેસ, મહેસાણામાં 2કેસ અને સુરત-વડોદરામાં એક - એક કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,926 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 64 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં શનિવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ કોરોના દર્દી સ્વસ્થ થયો નથી. રાજકોટ ગ્રામ્યમાંપણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા નથી. આ કારણે રાજકોટમાં કોરોનાસંક્રમણની પરિસ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1-1 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X