4 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3,205 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસની સંખ્યાને 4,30,88,118 પર લઈ ગયા છે.

4 may Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 3,205 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસની સંખ્યાને 4,30,88,118 પર લઈ ગયા છે. દેશમાં 31 નવા કોવિડ સંબંધિત જાનહાનિ પણ નોંધાઈ છે, જે મૃત્યુની કુલ સંખ્યા 523,920 પર લાવે છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 1.07 ટકા હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.70 ટકા હતો. 2,802 થી વધુ લોકો પણ કોરોનાવાયરસમાંથી રિકવર થયા છે. આ સાથે દેશમાં કુલ કોવિડ રિકવરીની સંખ્યા વધીને 4,25,44,689 થઈ ગઈ છે.

4 ની ભારત કોરોના અપડેટ

4 ની ભારત કોરોના અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,205 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા : 31
  • દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 189.48 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • ભારતમાં કોરોના સંક્રમણના સક્રિય કેસલોડ હાલમાં 19,509 છે
  • સક્રિય કોવિડ કેસ 0.05 ટકા છે
  • હાલમાં રિકવરી રેટ 98.74 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,802 રિકવરી
  • કુલ રિકવરી - 4,25,44,689
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.98 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ - 0.76 ટકા
4 મે ની ગુજરાત કોરોના અપડેટ

4 મે ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણદર્દીનું મોત થયું નથી.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 15 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયોછે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 10 અને વડોદરામાં 2 કેસ નોંધાયા છે.

હાલરાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,335 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 108થઇ છે.

4 મે ની રાજકોટ કોરોના અપડેટ

4 મે ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 614 અને રાજકોટગ્રામ્ય વિસ્તારમાં 132 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X