5 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને સૌરાષ્ટ્રની કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 795 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 12,054 થઈ ગઈ છે.

5 April Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 795 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 12,054 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે અને રિકવરી રેટ 98.76 ટકા છે.

છેલ્લા 24 કલાકમાં રિકવરીનો આંકડો 1,280 છે, જ્યારે કુલ રિકવરી 4,24,96,369 પર પહોંચી ગઈ છે. કોવિન ડેશબોર્ડ અનુસાર રસીના ડોઝની સંખ્યા 184.87 કરોડને વટાવી ગઈ છે.

દેશમાં શું છે કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

દેશમાં શું છે કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં નોંધાયેલા કોવિડ 19 કેસની સંખ્યા - 795
  • હાલમાં ભારતનો સક્રિય કેસલોડ 12,054 છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 184.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 1,280 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,24,96,369 થઈ છે
  • દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 0.17 ટકા છે
  • સાપ્તાહિક હકારાત્મકતા દર (વિકલી પોઝિટિવિટી રેટ) 0.22 ટકા છે
  • અત્યાર સુધીમાં કુલ 79.15 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
  • છેલ્લા 24 કલાકમાં 4,66,332 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં સોમવારના રોજ કોવિડ 19 ના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આ સાથેછેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 3 અને દાહોદમાં 2 કેસ, વડોદરમાં 3 કેસઅને ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,932 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવકેસની સંખ્યા 67 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં સોમવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ કોરોના દર્દી સ્વસ્થ થયો નથી. રાજકોટ ગ્રામ્યમાંપણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા નથી.

આ કારણે રાજકોટમાં કોરોનાસંક્રમણની પરિસ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી. જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2586 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 587 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X