For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને સૌરાષ્ટ્રની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,086 નવા પોઝિટિવ કેસ, 1,198 રિકવરી અને 71 મૃત્યુ નોંધાયા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

6 April Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 1,086 નવા પોઝિટિવ કેસ, 1,198 રિકવરી અને 71 મૃત્યુ નોંધાયા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારના રોજ જણાવ્યું હતું કે, સક્રિય કેસની સંખ્યા 11,871 છે. 98.76 ટકા નો રિકવરી રેટ નોંધવામાં આવ્યો છે.

દેશમાં શું છે કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

દેશમાં શું છે કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

  • આજના પોઝિટિવ કેસ : 1,086
  • આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા : 1,198
  • આજે નોંધાયેલા મૃત્યુ : 71
  • સક્રિય કેસ : 11,871 (0.03 ટકા)
  • મૃત્યુઆંક : 5,21,487
  • દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) : 0.23 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 185.04 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, વડોદરમાં 3 કેસ તેમજ ગાંધીનગર અને પાટણમાં એક-એક કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે.આ સાથે રાજ્યમાં કુલ 12,12,936 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 76 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં સોમવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ કોરોના દર્દી સ્વસ્થ થયો નથી. રાજકોટ ગ્રામ્યમાંપણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા નથી.

આ કારણે રાજકોટમાં કોરોનાસંક્રમણની પરિસ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી. જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 2410 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 242 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારીઓ

અત્યાર સુધી લોકો કોરોનાની ત્રીજા લહેરથી પીડાઇ રહ્યા હતા. હવે સરકાર કોરોનાની ચોથી લહેરને રોકવાની તૈયારી કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ ચોથા વેવની ચર્ચા થઈ રહી છે. આવા સમયે, કેટલાક નિષ્ણાતો જૂનમાં તેના આગમનની આગાહી કરી રહ્યા છે.

સરકારના નિષ્ણાત ડૉ. એન. કે. અરોરાએ કહ્યું છે કે, કોરોનાની ચોથી લહેરનો સામનો કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમે આગામી થોડા દિવસોમાં ગટરના પાણીના સેમ્પલિંગ પણ કરીશું. તેમણે કહ્યું કે, આ રીતે સમુદાય સ્તરે પણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવામાં આવશે.

આવા સમયે, દેશભરમાં 12 થી 14 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું છે. આ અગાઉ 15 થી 18 વર્ષના કિશોરોએ રસી લેવાનું શરૂ કર્યું હતું. જો જોવામાં આવે તો, સરકારે મોટાભાગની વસ્તીને રસીકરણના દાયરામાં લાવી છે. નાના બાળકો માટે પણ રસી હોવી જોઈએ, અત્યારે તેની ટ્રાયલ ચાલી રહી છે.

English summary
6 April Covid Update : Corona Update of Saurashtra, Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X