For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનામાં સિંહણના 6 હુમલા

અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં રવિવારના રોજ 12 કલાકના ગાળામાં એક જ સિંહણના હુમલામાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. વન અધિકારીઓની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં રવિવારના રોજ 12 કલાકના ગાળામાં એક જ સિંહણના હુમલામાં અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા. વન અધિકારીઓની ટીમ ગામમાં દોડી આવી છે અને સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવ્યા છે, જેણે તેણીના 'અસામાન્ય વર્તન'થી પ્રદેશમાં ગભરાટ ફેલાવ્યો છે.

એક વરિષ્ઠ વન અધિકારીએ પુષ્ટિ કરી કે, શેત્રુંજી વન્યજીવન વિભાગ હેઠળ આવતા જાફરાબાદ-બાબરકોટ રોડ પર તમામ છ વ્યક્તિઓ પર એક જ સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. (તસવીરો પ્રતિકાત્મક છે)

સિંહણએ બાઇક સવાર પર પાછળથી હુમલો કર્યો

સિંહણએ બાઇક સવાર પર પાછળથી હુમલો કર્યો

પ્રથમ બનાવ સવારે 5.30 કલાકે બન્યો જ્યારે વન વિભાગનો પટાવાળા સામત ગોગા ચા પીને બાઇક પર પરત ફરી રહ્યા હતા. સિંહણએતેના પર પાછળથી હુમલો કર્યો અને 'ગાંડા બાવળ' (પ્રોસોપીસ જુલીફ્લોરા) ની જાડી ઝાડીઓમાં ભાગી ગઈ હતી.

બે કલાક બાદ બીજો હુમલો કર્યો

બે કલાક બાદ બીજો હુમલો કર્યો

વન અધિકારીએ જણાવ્યું હતું કે, બીજો હુમલો લગભગ બે કલાક પછી થયો હતો, જ્યારે મોટરસાઇકલ પર બે વ્યક્તિઓ - રાજુ શિયાલ (38)અને રામજી કોટડિયા (36) - સિંહણનો સામનો કર્યો હતો.

"સિંહણને જોઈને બાઈક સવારો અટકી ગયા હતા. જેમ જેમ તેઓ આગળવધવાનો પ્રયાસ કરે છે, તેણીએ બંને પર હુમલો કર્યો અને તેઓને પીઠ, હાથ અને પગમાં ઈજા પહોંચાડી હતી.

બંનેને જાફરાબાદ અનેરાજુલાની સરકારી હોસ્પિટલોમાં લઈ જવાની ફરજ પડી હતી. જોકે, તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ત્રણ ખેત મજૂરો પર કર્યો ત્રીજો હુમલો

ત્રણ ખેત મજૂરો પર કર્યો ત્રીજો હુમલો

જ્યારે વન અધિકારીઓ સિંહણને પકડવા માટે પાંજરા ગોઠવવામાં વ્યસ્ત હતા, ત્યારે તે આ વખતે રસ્તાના તે જ પટ પર ફરીથી ત્રાટકીહતી.

જેમાં મકાભાઈ પરમાર (40), ગોઘા પરમાર (45) અને ભરત સોલંકી (40) નામના ત્રણ ખેત મજૂરો પર હુમલો કર્યો હતો.

આ ત્રણેયખેત મજૂરોને જાફરાબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હુમલા બાદ પણ સિંહણ ફરી ગીચ ઝાડીઓમાંભાગી ગઇ હતી.

વન અધિકારીઓએ બાબરકોટ ગામમાં પડાવ નાખ્યો

વન અધિકારીઓએ બાબરકોટ ગામમાં પડાવ નાખ્યો

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમરેલીના કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, ત્રણ વન્યજીવન વિભાગ - ધારી, સાસણઅને શેત્રુંજી - ના વન અધિકારીઓ સિંહણને પકડવા માટે બાબરકોટ ગામમાં પડાવ નાખી રહ્યા છે.

બચ્ચા સાથે સિંહણ રહેતી હોવાની શક્યતા

બચ્ચા સાથે સિંહણ રહેતી હોવાની શક્યતા

શેત્રુંજી વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) જયેન પટેલે જણાવ્યું હતું કે, સિંહણએ મનુષ્યો પર હુમલો કર્યો હોઈ શકે તેના બેમુખ્ય કારણો છે. એક અસ્વસ્થતાપૂર્વક જંગલી પ્રાણીની નિકટતા અને બીજું જ્યારે નજીકમાં તેના બચ્ચા સાથે સિંહણ રહેતી હોઈ શકે છે.

સિંહણનું આવું વર્તન ભાગ્યે જ જોવા મળે છે

સિંહણનું આવું વર્તન ભાગ્યે જ જોવા મળે છે

જયેન પટેલે જણાવ્યું કે, સિંહણ શા માટે લોકો પર હુમલો કરી રહી છે, તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. એકવાર તે પકડાઈ જાય પછી,અમે હુમલાઓનું ચોક્કસ કારણ કહી શકીશું.

અન્ય એક વરિષ્ઠ વન અધિકારીએ જણાવ્યું કે, સિંહણનું આવું વર્તન ભાગ્યે જ જોવા મળે છે.સિંહણ માટે ઉશ્કેરણી વિના લોકો પર હુમલો કરવો તે ખૂબ જ અસામાન્ય છે. કારણ કે તે જ્યાં છૂપાયેલ છે તે વિસ્તાર ખૂબ ગાઢ છે, અમેતેને શોધી શકતા નથી.

English summary
6 lioness attacks in 3 separate incidents in 12 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X