7 April Covid Update : જાણો કોરોના સંક્રમણના શરૂઆતથી હાલની શું છે પરિસ્થિતિ?
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19 ના 1,033 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ નજીવા નીચા છે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ ગુરુવારની સવારે માહિતી આપી હતી.
7 April Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ19 ના 1,033 નવા કેસ નોંધાયા છે, જે પાછલા દિવસની સરખામણીએ નજીવા નીચા છે, એમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) એ ગુરુવારની સવારે માહિતી આપી હતી. ગુરુવારના રોજ નોંધાયેલા નવા પોઝિટિવ કેસમાં 4.88 ટકાનો ઘટાડો થયો છે, જે બુધવારના રોજ નોંધાયેલા 1,086 કેસ હતા.
નવા દર્દીઓને ઉમેરતા, ભારતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે વધીને 4,30,31,958 (4 કરોડ 30 લાખ 31 હજાર 9058) થઈ ગઈ છે. કોરોના સંક્રમણનો દૈનિક હકારાત્મકતા દર (ડેઇલી પોઝિટિવિટી રેટ) 0.21 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (વીકલી પોઝિટિવિટી રેટ) 0.22 ટકા હતો.

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે કોવિડ19ના 11,639 એક્ટિવ કેસ છે. સક્રિય કેસ કુલ કેસના 0.03 ટકા છે. આ સાથે 24 કલાકના ગાળામાં કોરોનાસંક્રમણના એક્ટિવ કેસ લોડમાં 232 કેસનો ઘટાડો થયો છે.

મૃત્યુ અને રિકવરી રેટ
છેલ્લા 24 કલાકમાં કોવિડ19 ના કારણે 43 લોકોના મોત થયા છે. આ સાથે કોરોનાવાયરસને કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,21,530 (5 લાખ 21 હજાર 500 30) થઈગયો છે.
આ સાથે ભારતનો રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ19માંથી 1,222 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોવિડ-19ની કુલ રિકવરી હવેવધીને 4,24,98,789 (4 કરોડ 24 લાખ 98 હજાર 7સો 89) થઈ ગઈ છે.

કોવિડ પરીક્ષણ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ19 માટે 4,82,039 (4 લાખ 82 હજાર અને 39) સેમ્પલનું પરીક્ષણકરવામાં આવ્યું છે.

કોવિડ રસીકરણ
ભારતે 16 જાન્યુઆરી, 2021ના રોજ શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝુંબેશ હેઠળ તેની વસ્તીને કોવિડ19 સામે ઇનોક્યુલેટ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથીસમગ્ર દેશમાં 185.20 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં લોકોને કોરોના રસીના 15,37,314 (15લાખ 37 હજાર 3સો અને 14) ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતે 2019ના અંતથી 2020ની શરૂઆત વચ્ચે કોવિડ19 ના કેસ નોંધવાનું શરૂ કર્યું હતું. 7 ઓગસ્ટ, 2020ના રોજ, દેશમાં કોવિડ19નો આંકડો 20 લાખને પાર કરી ગયોહતો.
23 ઓગસ્ટ, 2020ના રોજ આ સંખ્યા વધીને 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ થઈ હતી અને 28 સપ્ટેમ્બર 28ના રોજ 60લાખને પાર કરી ગઈ હતી. 11 ઓક્ટોબર, 2022 સુધીમાં 70 લાખ જેટલા લોકો કોવિડ19થી સંક્રમિત થયા હતા.
29 ઓક્ટોબર, 2020 ના રોજ, દેશમાં કોવિડ19નો આંકડો 80 લાખને વટાવી ગયો અને 20 નવેમ્બર સુધીમાં તે 90 લાખના આંકને વટાવી ગયો હતો.
માત્ર એકમહિનામાં એટલે કે 19 ડિસેમ્બરના રોજ એક કરોડથી વધુ લોકો પહેલાથી જ કોવિડ19 દ્વારા સંક્રમિત થયા હતા. ભારતે 4 મે, 2021 નારોજ બે કરોડ અને 23 જૂન 23 નારોજ ત્રણ કરોડના ગંભીર માઇલસ્ટોનને વટાવ્યું હતું.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 9 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આસાથે છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 2, વડોદરમાં 2 કેસ તેમજ ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, સુરત, પંચમહાલ અને કચ્છમાં એક-એક કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાંકુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,947 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 74 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ, ડિસ્ચાર્જ કે મૃત્યુ નોંધાયું નથી. આ સાથે જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1893 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 527 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.












Click it and Unblock the Notifications
