For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

8 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં રવિવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,451 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે દેશમાં રોગના સક્રિય કેસોની સંખ્યા 20,635 પર પહોંચી છે. આ સાથે દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,25,57,495 થઇ છે.

|
Google Oneindia Gujarati News

8 may Covid Update : ભારતમાં રવિવારના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,451 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે દેશમાં રોગના સક્રિય કેસોની સંખ્યા 20,635 પર પહોંચી છે. આ સાથે દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4,25,57,495 થઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રવિવારના રોજ અપડેટ થયેલા ડેટા અનુસાર, 24 કલાકના સમયગાળામાં 40 મૃત્યુ જેમાંથી 35 એકલા કેરળમાંથી નોંધાયા હતા, જે કુલ મૃત્યુની સંખ્યાને 5,24,064 પર લઈ ગયા હતા.

આ સાથે દેશમાં સક્રિય કેસ હવે કુલ સંક્રમણના 0.05 ટકા છે. ઉલ્લેખીય છે કે, હાલ દેશનો કોવિડ-19 રિકવરી રેટ 98.74 ટકા છે. આ સાથે દૈનિક હકારાત્મકતા દર 0.78 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 0.79 ટકા નોંધવામાં આવ્યો હતો. ભારતમાં 3,451 નવા કેસ, શનિવાર કરતાં 9 ટકા ઓછા છે.

આંદામાનમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10,037 થઈ

આંદામાનમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10,037 થઈ

આરોગ્ય બુલેટિનમાં જણાવાયું છે કે, એક પખવાડિયા પછી કોરોના સંક્રમણના નવા પોઝિટિવ કેસની જાણ કર્યાના એક દિવસ બાદ,રવિવારના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વધુ એક નવો પોઝિટિવ કેસ નોંધાયો છે. જે કેન્દ્રશાસિત પ્રદેશના કેસલોડને 10,037 પરલઈ ગયો હતો.

દ્વીપસમૂહમાં હવે બે સક્રિય કેસ છે, જ્યારે 9,906 લોકો આ રોગમાંથી સાજા થયા છે, અને 129 દર્દીઓ કોરોના સંક્રમણનેકારણે મૃત્યુ પામ્યા છે.

8 may ની ગુજરાત કોરોના અપડેટ

8 may ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 27 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં એ કોરોના દર્દીનુંદર્દીનું મોત થયું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 19 અને વડોદરામાં 3 કેસ નોંધાયા છે. આ સાથેગાંધીનગર, રાજકોટ, ખેડા, અને બનાસકાંઠામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,401 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 125 થઇ છે. જેમની હાલત સ્થિર છે.

8 may ની રાજકોટ કોરોના અપડેટ

8 may ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટપોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં 2 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરીનોંધાઇ નથી.

જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1099 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 512 વ્યક્તિએકોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

English summary
8 may Covid Update : know what is Corona Update in Rajkot, Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X