રાજકોટમાં ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળો યોજાયો

Rajkot: સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ (SVUM) દ્વારા તારીખ 11 થી 13 ફેબ્રુઆરી સુધી એનએસઆઈસી ગ્રાઉન્ડ, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે આયોજિત ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ મૂળ ભારતીય અને હાલ ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ આર. કે. મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.

આ પ્રદર્શનમાં પધારેલા ઝીમ્બાબ્વેના એમ્બેસેડર ડૉ. ચીપરે, યુગાન્ડાના હાઈ કમિશ્નર પ્રોફેસર જોયે કીકાકૂન્દા, રવાન્ડાના હાઈ કમિશ્નર મિસિસ જેકોલીન મુકાંગીરા, કોંગોના ટ્રેડ કાઉન્સેલ મિસ્ટર ગેબ્રિઅલ ઇટાઉં, બાંગ્લાદેશના કાઉન્સેલર મિસ્ટર એમડી અબ્દુલ વાડુહએ પોતાના દેશમાં રહેલી રોજગારીની તકો, સરકારની નીતિઓ, આવકનાં સ્ત્રોત સહિતની જાણકારી પૂરી પાડી વ્યવસાયિકોને વિદેશમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

international trade fair

આ પ્રદર્શનમાં મોરબી સિરામિક, જામનગર બ્રાસ પાર્ટસ, જેતપુર ટેક્ષટાઈલ, રાજકોટના મશીન ટૂલ્સ, ડીઝલ એન્જિન, સબમર્શીબલ પંપ, હાર્ડવેર, મીની ટ્રેક્ટર સહિતની મશીનરી, પ્રિન્ટીંગ જોબ, ઓટો મોબાઈલ એસેસરી, ફાર્મા પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોડક્ટ, એજ્યુકેશન અને મેડિકલ સર્વિસ, સોલાર એનર્જી, પ્લાસ્ટિક કિચનવેર, પ્લાસ્ટિક પ્રોડક્ટ સહિતનાં અનેકવિધ પ્રદર્શિત સ્ટોલની મુલાકાત ઝિમ્બાબ્વે, યુગાન્ડા, આફ્રિકા, અમેરિકા, બાંગ્લાદેશ સહિત 100 થી વધુ દેશના પ્રતિનિધિઓએ તેમની પ્રોડક્ટ રજૂ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X