For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ જીવન ટૂંકાવ્યું

જેતપુર પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામની 17 વર્ષીય યુવતી પર 6 જાન્યુઆરીના રોજ તેની પડોશમાં રહેતા એક સમાન વયના છોકરા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : જાતીય શોષણ બાદ 8 જાન્યુઆરીના રોજ કથિત રીતે એસિડ પીનાર 17 વર્ષીય યુવતીએ બુધવારની સાંજે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

rape

જેતપુર પોલીસના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખજુરી ગુંદાળા ગામની 17 વર્ષીય યુવતી પર 6 જાન્યુઆરીના રોજ તેની પડોશમાં રહેતા એક સમાન વયના છોકરા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. છોકરીના પિતાએ તેની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છોકરી તેને ઘરની અંદર ખેંચવામાં આવી હતી, જ્યાં છોકરાએ તેના પર હુમલો કર્યો હતો.

આ ઘટનાના સમાચાર ગામમાં ફેલાતાં જ યુવતીએ સામાજિક કલંકના ડરથી પોતાનું જીવન સમાપ્ત કરવા એસિડ પી લીધું હતું, એમ સૂત્રોએ જણાવ્યું હતું. યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે જેતપુર પોલીસે સગીર યુવક સામે અપહરણ, જાતીય હુમલો અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

English summary
a victim of misconduct minor girl shortened her life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X