જેતપુર ફનફેર મેળામાં રાઈડ તુટતા કપલ ઈજાગ્રસ્ત

દીપાવલીના તહેવારો દરમિયાન રાજકોટ જિલ્લાના જેતપુરમાં આયોજિત ફનફેર મેળામાં એક ગંભીર દુર્ઘટના સર્જાતા તહેવારના માહોલમાં ખળભળાટ મચી ગયો છે.

રોટરી ક્લબ દ્વારા આયોજિત આ મેળામાં બ્રેક ડાન્સ નામની રાઇડ અચાનક તૂટી પડતા તેમાં સવાર એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં દિવાળી નિમિત્તે ફનફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારની રાત્રે જ્યારે લોકો મેળાની મજા માણી રહ્યા હતા, ત્યારે બ્રેક ડાન્સ રાઇડ્સ ચાલુ હતી તે દરમિયાન અચાનક તેનો એક ભાગ તૂટી પડ્યો હતો.

આ દુર્ઘટનામાં ધવલ મંડલી અને તેમના પત્ની ગાયત્રી મંડલી નામના દંપતીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે.

આ ઘટના બાદ રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. મેળાની રાઇડ્સની સુરક્ષા અને ફિટનેસ સર્ટિફિકેટ (મંજૂરી) બાબતે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. દુર્ઘટના સર્જાયા બાદ મેળાના આયોજકો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા જેતપુર સિટી પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સમગ્ર ફનફેર મેળાને તાત્કાલિક ધોરણે બંધ કરાવી દીધો છે અને આ દુર્ઘટના કેવી રીતે થઈ તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસે રાઇડ સંચાલકો અને આયોજકો સામે જરૂરી કાયદાકીય પગલાં લેવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ જાહેર મેળામાં રાઇડ્સની સુરક્ષાના નિયમોના પાલન પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X