લૂટેરી દુલ્હને માતા સાથે મળીને 10 લોકોને છેતર્યા
જામનગરના જોડિયા શહેરમાં બુધવારના રોજ એક મહિલા અને તેની પુત્રી પર દુલ્હન શોધી રહેલા વૃદ્ધ પુરુષો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો.
રાજકોટ : જામનગરના જોડિયા શહેરમાં બુધવારના રોજ એક મહિલા અને તેની પુત્રી પર દુલ્હન શોધી રહેલા વૃદ્ધ પુરુષો સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો હતો. આરોપી રાધિકા કોળી અને તેની માતા મધુ પર 32 વર્ષીય યુવક સાથે લગ્ન કરવાની લાલચ આપીને 2.35 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ હતો.

ફરિયાદી વિપુલ જાકાસણીયા (32) કન્યા શોધી રહ્યો હતો અને 8 એપ્રીલે રાધિકા સાથે તેના લગ્ન થયા હતા. તેણે તેના પરિવારને શરત મુજબ 2.15 લાખ રૂપિયા પણ આપ્યા હતા. જોકે, રાધિકા તેની સાથે માત્ર બે દિવસ જ રહી હતી અને 10 એપ્રીલે તે જૂનાગઢમાં તેની માતાને મળવા જવા માગે છે, તેમ કહીને 20,000 રૂપિયા લઈને ઘરેથી નીકળી ગઈ હતી.
વિપુલના પરિવારને પાછળથી ખબર પડી કે, તે પરિણીત છે અને તેની માતા અને બહેન પણ આવી જ રીતે લોકોને છેતરવામાં શામેલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું કે જેઓ લગ્નની ઉંમર વટાવી ગયા હતા અને તેઓ તેમના સમુદાયમાં કન્યા શોધી શક્યા ન હતા, તેમની સાથે રાધિકા, તેની મોટી બહેન સેજલ અને તેની માતાએ 10 લોકો સાથે છેતરપિંડી કરી હતી.












Click it and Unblock the Notifications
