For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની માગ : નાના વેપારીઓ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં વિપક્ષ કોંગ્રેસે આગામી સિવિક બોડી બજેટ માટે નાના વેપારીઓ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરવાની માગ કરી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં વિપક્ષ કોંગ્રેસે આગામી સિવિક બોડી બજેટ માટે નાના વેપારીઓ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરવાની માગ કરી છે. પાર્ટીએ આગામી નાણાકીય વર્ષમાં કોઈ નવો ટેક્સ ઉમેરવામાં ન આવે તેવી પણ વિનંતી કરી છે. આરએમસીનું બજેટ ફેબ્રુઆરીના અંત સુધીમાં રજૂ થવાની ધારણા છે.

વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, કોરોનાના બીજી લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને કોરોનાની ત્રીજી લહેરમાં પણ અનેક નાગરિકોએ ભોગ બનવું પડ્યું છે.

ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે આમ નાગરિકો

ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે આમ નાગરિકો

ભાનુબેન સોરાનીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ કથળી છે અને તેઓ ભારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

લોકો બેરોજગારી, મોંઘવારી, શાળાની ફીમાં વધારો, લોનના EMIના બોજને કારણે આમ જનતા પહેલેથી જ પરેશાન છે.

2022-23 માટે નવો ટેક્સ ન ઉમેરવા વિનંતી કરી

2022-23 માટે નવો ટેક્સ ન ઉમેરવા વિનંતી કરી

ભાનુબેન સોરાનીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે નાના વેપારીઓ પર પ્રતિકૂળ અસર થઈ છે.

સોરાનીએ શાસક પક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવા અને 2022-23 માટે નવો ટેક્સ ન ઉમેરવા વિનંતી કરી છે.

10 ટકાને બદલે 20 ટકા ડિસ્કાઉન્ટની માગ

10 ટકાને બદલે 20 ટકા ડિસ્કાઉન્ટની માગ

સોરાણીએ નાના વેપારીઓ માટે પ્રોફેશનલ ટેક્સ અને રહેણાંક કરદાતાઓ માટે પ્રોપર્ટી ટેક્સની મોડી ચૂકવણી પર વ્યાજ માફ કરવાની પણ માગ કરી હતી.

જેઓ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરે છે, તેમના માટે 10 ટકાને બદલે 20 ટકા ડિસ્કાઉન્ટની પણ તેમણે માગ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓ માટે મફત સિટી બસ સેવાની વિનંતી કરી હતી.

English summary
Congress demands for exemption of professional tax for small traders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X