For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid Update of 3 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ

રાજકોટ શહેરમાં બુધવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

|
Google Oneindia Gujarati News

Covid Update of 3 march : રાજકોટ શહેરમાં બુધવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 14 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં એક કોરોના દર્દી ડિસ્ચાર્જ થયો છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19 ના 116 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 1 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 334 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 47, વડોદરામાં 26, રાજકોટમાં 3, સુરતમાં 05, ગાંધીનગરમાં 3 અનેબનાસકાંઠામાં 4 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,933 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,10,545 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 1428 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 3 માર્ચ સવારે 8 કલાક સુધીમાં 6,561 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 14,947 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આસાથે 142 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

  • એક્ટિવ કેસ : 77,152 (0.18 ટકા)
  • કુલ રિકવરી : 4,23,38,673 (98.62 ટકા)
  • મૃત્યુઆંક : 5,14,388 (1.20 ટકા)
  • કુલ રસીકરણ : 1,78,02,63,222
અત્યાર સુધીમાં 4,23,53,620 કોવિડ રિકવરી

અત્યાર સુધીમાં 4,23,53,620 કોવિડ રિકવરી

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,38,673 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 178.02 કરોડને પારપહોંચી ગયો છે.

ગુરૂવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 21 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાતકરીએ તો આ સંખ્યા 142 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,388 છે.

English summary
Covid Update of 3 march : Corona Update of Saurashtra, Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X