Covid Update of 9 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 4 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 8 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
Covid Update of 9 march : રાજકોટ શહેરમાં મંગળવારના રોજ 4 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 8 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
|
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં મંગળવારના રોજ કોવિડ 19 ના 55 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એક દર્દીનું મોત થયું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 151 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 26, વડોદરામાં 10, રાજકોટમાં 6, સુરતમાં 02, ગાંધીનગરમાં 5 અનેબનાસકાંઠામાં 1 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,938 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,11,706 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 816 છે.
|
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, આરોગ્ય મંત્રાલય દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં કોરોનાના 4,575 નવા કેસ નોંધાયા છેઅને છેલ્લા 24 કલાકમાં 145 લોકોના મોત થયા છે, જ્યારે 7416 લોકો સાજા થયા છે.
હાલમાં કોરોનાના સક્રિય કેસ 46,962 છે, જ્યારે દેશમાં અત્યાર સુધીમાં42,413,566 લોકો કોરોનાથી સાજા થયા છે, જ્યારે મૃત્યુઆંક 515,355 પર પહોંચ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 1,79,33,99,55 લોકોને રસી આપવામાં આવી છે.

ચોથી લહેરનો ખતરો
દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જોવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફનોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જોયાછે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. અન્ય દેશોમાં 80 ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે.
આવી સ્થિતિમાં એવી અપેક્ષારાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.
-
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
