Cyclone Biporjoy Update: બાઇક સવાર દંપતી પર વૃક્ષ ધરાશાયી, મહિલાનું મોત

Cyclone Biporjoy Update: ગુજરાતમાં રાજકોટ સહિત ઘણા જિલ્લામાં બે-ત્રણ દિવસથી પવન ઝડપથી ફૂંકાઇ રહ્યો છે. ચક્રવાતને કારણે સોમવાર બોપરથી વરસાદ શરૂ થઇ ગયો છે.

આ સાથે વરસાદ અને વાવાઝોડાને કારણે વૃક્ષ ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે, અને આ મહિલાના પતિને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Cyclone Biporjoy Update

રાજકોટ જિલ્લાના જસદણ કમલાપુર હાઇવે પર ભારે પવનના કારણે એક ઝાડ પડી ગયું હતું, જે કારણે એક દંપતી અકસ્માતનો ભોગ બન્યું હતું.

આ ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેનો પતિ ઈજાગ્રસ્ત છે અને તેની સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં રાજ્ય ધોરીમાર્ગ પર ભારે પવનને કારણે સોમવારના રોજ મોટરસાઇકલ પર એક વૃક્ષ પડતાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પતિ ઘાયલ થયો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પતિની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ચક્રવાત બિપોરજોયના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ચક્રવાત હાલ પોરબંદરથી થોડાક કિલોમીટર દૂર છે. દરિયા કિનારાના વિસ્તારથી 2 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામોને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. ચક્રવાતને કારણે પશ્ચિમ રેલવેએ સાવચેતીના પગલા તરીકે 67 ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X