RCCI ઉદ્યોગોને વેગ આપવા માટે ટેક્સમાં ઘટાડો કરવાની માગ
RCCI (રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) એ કેન્દ્રીય નાણામંત્રીને કરેલી રજૂઆતમાં 1 ફેબ્રુઆરીએ આવનારા કેન્દ્રીય બજેટ પહેલા કોરોના રોગચાળાની અસરને ધ્યાનમાં રાખીને વેપાર અને ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગણી કરી છે.
રાજકોટ : RCCI (રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી) એ કેન્દ્રીય નાણામંત્રીને કરેલી રજૂઆતમાં 1 ફેબ્રુઆરીએ આવનારા કેન્દ્રીય બજેટ પહેલા કોરોના રોગચાળાની અસરને ધ્યાનમાં રાખીને વેપાર અને ઉદ્યોગ માટે રાહત પેકેજની માંગણી કરી છે.

RCCI વ્યક્તિગત કરદાતાઓ માટે કલમ 80 C હેઠળ કર રાહત મર્યાદા વર્તમાન રૂપિયા 1.50 લાખથી વધારીને રૂપિયા 3 લાખ કરવા માગે છે. તેમણે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ દ્વારા ઉપયોગમાં લેવાતા સ્ટીલ અને મેટલ જેવા કાચા માલની આયાત પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી ઘટાડવાની પણ માંગણી કરી છે.
ઇન્ડસ્ટ્રી બોડીએ વ્યક્તિગત કરદાતાઓ ખાસ કરીને ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ માટે ટેક્સ રેટમાં ઘટાડો કરવાની પણ માગ કરી હતી. RCCI એ કોર્પોરેટ ટેક્સને પણ નીચે લાવવા વિનંતી કરી છે, જે વર્તમાન 22 ટકાના દરે અસરકારક રીતે સરચાર્જ સાથે 25.17 ટકા બને છે.












Click it and Unblock the Notifications
