નશાની હાલતમાં દર્દી તપાસી રહ્યો હતો ડૉક્ટર, લોકરમાંથી મળી દારૂની બોટલો
Rajkot Crime News : રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તૈનાત ડૉ. સાહિલ ખોખર દર્દીઓની તપાસ કરતી વખતે નશાની હાલતમાં હતા. કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસે મેડિકલ ઓફિસરોની હાજરીમાં ડૉ. ખોખરની તપાસ કરતાં તે નશામાં હોવાનું જણાયું હતું.
Rajkot Crime News : રાજકોટના સરકારી હોસ્પિટલમાં નશાની હાલતમાં દર્દીની તપાસ કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉ. સાહિલ ખોખરની પોલીસે ધરપકડ કરી છે. આ સાથે તેની પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે. ડૉ. ખોખર સામે નશાબંધી કાનુન અને કર્તવ્યમાં બેદકારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે આરોગ્ય વિભાગે પણ આ અંગે રિપોર્ટ માંગવામાં આવી છે.

તપાસ બાદ ડૉક્ટર નશામાં હોવાનું જણાયું હતું
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તૈનાત ડૉ. સાહિલ ખોખર દર્દીઓની તપાસ કરતી વખતે નશાની હાલતમાં હતા. આ અંગે કોઈએ પોલીસને જાણ કરતાં પોલીસે તબીબી અધિકારીઓની હાજરીમાં ડૉ. ખોખરની તપાસ કરતા તે નશામાં ધૂત જણાયો હતો, પોલીસે તેમને આપેલા લોકરનું તાળું ખોલતાં, ત્યાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી.
ડૉ. ખોખર વિરુદ્ધ FIR દાખલ
ડૉ. ખોખર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર તૈનાત હતા, તેમણે જણાવ્યું કે, તેઓ થોડા સમય પહેલા દીવ મુલાકાતે ગયા હતા અને ત્યાંથી દારૂની બોટલ લઈને આવ્યા હતા. આ બાબતની નોંધ લેતા હોસ્પિટલના અધિક્ષકે ડૉ. ખોખર સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
