પાણીનું ગેરકાયદેસર પમ્પિંગ કરશો તો તમારી ખેર નથી!

રાજકોટ શહેરમાં ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને પાણીની માગ મોટાપ્રમાણમાં વધી રહી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ પાણીના ગેરકાયદેસર ઉપાડને રોકવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે.

રાજકોટ શહેરમાં ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને પાણીની માગ મોટાપ્રમાણમાં વધી રહી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ પાણીના ગેરકાયદેસર ઉપાડને રોકવા માટે એક ઝુંબેશ શરૂ કરી છે અને 20 એપ્રીલથી પાણીનો બગાડ કરનારાઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

water

RMC દ્વારા શેર કરવામાં આવેલા નવીનતમ ડેટા મુજબ, નાગરિક સંસ્થાની ટીમોએ 25 એપ્રીલના રોજ એક જ દિવસમાં 4,041 સહિત કુલ 9,163 પાણીના જોડાણોની તપાસ કરવામાં આવી છે. કુલ મળીને ટીમોએ મોટર-પંપની મદદથી ડિસ્ટ્રિબ્યુશન લાઈનોમાંથી સીધું પાણી પંમ્પિંગ કરતા લોકોના 144 કેસ શોધી કાઢ્યા હતા.

ટીમોએ ડાયરેક્ટ પમ્પિંગ તેમજ પાણીનો બગાડ કરવા બદલ રૂપિયા 1.62 લાખનો દંડ વસૂલ્યો હતો. 98 જેટલા ઘરોને સ્થળ પર દંડ ન ભરવા બદલ ચલણ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે ચલણ જાહેર થયાના બે દિવસમાં દંડની રકમ ન ભરતાં 59 જેટલાં મોટર-પંપ જપ્ત કરવામાં આવ્યા છે.

RMC સેન્ટ્રલ ઝોનના સિટી એન્જિનિયર અને ડ્રાઇવનું સંકલન કરનારા હેમેન્દ્ર કોટકે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ડ્રાઇવનો હેતુ લોકોને દંડ કરવાનો નથી, પરંતુ તેઓને શહેરમાં પાણીની અછતને સમજવાનો અને પાણીના ન્યાયપૂર્ણ ઉપયોગની જરૂરિયાત વિશે જાગૃત કરવાનો છે. અમે ડાયરેક્ટ પમ્પિંગના કેસમાં લોકોને 2,000 રૂપિયાનો દંડ કરી રહ્યા છીએ કારણ કે, ડાયરેક્ટ પમ્પિંગ દ્વારા વ્યક્તિ માત્ર વધુ પાણી ખેંચે છે, પરંતુ અન્ય લોકોને તેમના હકનું પાણી છીનવી લે છે.

કોટકે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ બીજી વખત RMCની ડિસ્ટ્રિબ્યુશન લાઇનમાંથી સીધું પાણી પમ્પ કરતી પકડાય છે, તો તેનો/તેણીનો મોટર-પંપ તરત જ જપ્ત કરવામાં આવે છે. જે લોકો પાણીનો બગાડ કરે છે, તેમની પાસેથી 250 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, પરંતુ પાણીનો બગાડ કરવા બદલ કોઈને દંડ કરવો એ છેલ્લો ઉપાય છે.

ઉલ્લેખીય છે કે, રાજકોટના પાણીનો વપરાશ બે વર્ષમાં 45 ટકા વધ્યો છે અને હાલમાં નાગરિક સંસ્થા દરરોજ 350 મિલિયન લિટર નું વિતરણ કરે છે, જેમાંથી RMC દર વર્ષે રૂપિયા 2.65 કરોડ ચૂકવીને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પાસેથી 140 MLD નર્મદાનું પાણી ખેંચે છે. GWIL વોટર ચાર્જ બમણો કરવાની માગ કરી રહી છે અને RMC કિંમતની વાટાઘાટ કરી રહી છે. RMC એ SAUNI યોજના હેઠળ દર વર્ષે આજી અને ન્યારી ડેમમાંથી 1,000 મિલિયન ક્યુબિક ફીટ પાણી પણ લે છે, જેના માટે 2017 થી તેની જવાબદારી રૂપિયા 90 કરોડ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X