રાજકોટ: પડધરીમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ બેકાબૂ, ફાયરની ટીમો લાગી છે કામે
Fire breaks out: રાજ્યમાં દરરોજ આગની ઘટના બની રહી છે, ત્યારે રાજકોટના પડઘરીમાં આવેલ એક ફેક્ટરીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, આગને આખી ફેક્ટરીને ચપેટમાં લઈ લીધી હતી. આગને કાબૂમાં લેવા માટે આસપાસના ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી.
આગને કાબુમાં લેવા માટે જામનગર, મોરબી અને ગોંડલની ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરની ટીમે ભારે જહેમત ઉઠવવી હતી, તેમ છતા રાત્રે આગ કાબુમાં આવી ન હતી.
પ્લાસ્ટિક હોવાથી આગ વિકરાળ બની
પ્લાસ્ટિકની ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનું મટિરિયલનો જથ્થો હોવાથી થોડી જ વારમાં આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ. ફેકટરીમાં મોટા પ્રમાણમાં પડેલો પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જો કે, અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

આ તરફ સુરતમાં પણ આગ લાગી
તો આ તરફ, સુરતમાં પણ આગની ઘટના સામે આવી છે. સુરતમાં મંગળવારે રાત્રે એક પેપર ટ્યૂબ બનાવતી કંપનીમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા જ ફાયરની ટીમ ઘટના સ્થળએ રહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.
પેપરની ટ્યૂબ બનાવતી કંપનીમાં આગ
બનાવની જાણ થતા જ, સુરત જિલ્લાના પિપોદરા GIDC ખાતે આવેલી એક્તા એસ્ટેટમાં પેપર ટ્યૂબ બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરા-તફરી મચી જવા પામી હતી.
આગનું કારણ અકબંધ
સુરત ફાયર વિભાગની ટીમ એક્તા એસ્ટેટ ખાતે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં લીધી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે પ્રાથમિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
